વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પંચાયતના રિનોવેશ બાદ લોકાર્પણ ?, સ્ટાફની ભરતી કરવાની ચિંતા કરો: મહેશ રાજકોટિયા


SHARE











ટંકારા તાલુકા પંચાયતના રિનોવેશ બાદ લોકાર્પણ ?, સ્ટાફની ભરતી કરવાની ચિંતા કરો: મહેશ રાજકોટિયા

ટંકારા તાલુકા પંચાયત કચેરીનું નવીનીકરણ કરવામાં આવ્યા બાદ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને સોમવારે સાંજે યોજાયેલ કાર્યક્રમ સામે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મહેશ રાજકોટિયાએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ લોકાર્પણને પબ્લિસિટી સ્ટંટ ગણાવેલ છે અને ત્યાં ઓફિસમાં વર્ષોથી સ્ટાફની જગ્યા ખાલી છે તેને ભરવામાં આવે તેવી ટકોર કરી છે.

ટંકારા તાલુકા પંચાયત કચેરીનું નવીનીકરણ થયા બાદ સોમવારે સાંજે તેનું મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ કરવામાં આવ્યું છે અને તેમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા પંચાયત પ્રમુખ છાયાબેન માંડવીયા, અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. અને વહીવટી તંત્ર તરફથી ઇન્ચાર્જ ડીડીઓ એન.એસ. ગઢવી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

ત્યારે કોંગ્રેસનાં આગેવાન મહેશ રાજકોટિયાએ જણાવ્યુ હતું કે, જૂની બિલ્ડિંગનું ફરી લોકાર્પણ કેમ ?, આ કચેરી વર્ષોથી કાર્યરત છે. માત્ર જર્જરિત હાલતને કારણે રિનોવેશન કરવામાં આવ્યું છે, તો પછી નવી બિલ્ડિંગની જેમ તેનું ફરીથી લોકાર્પણ કરવાની શું જરૂર છે ?,નવીનીકરણ પાછળ આશરે 35 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આટલી મોટી રકમ ખર્ચ્યા બાદ પણ માત્ર રાજકીય દેખાડો કરવા માટે કાર્યક્રમો યોજીને જનતાના પૈસા વેડફવામાં આવી રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

આ વધુમાં તેઓએ કહ્યું હતું કે, વર્ષ 2000 થી તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે, પરંતુ આજદિન સુધી જરૂરી મહેકમ (સ્ટાફ) મંજૂર કે પૂર્ણ કરવામાં આવ્યું નથી. કર્મચારીઓની અછતને કારણે જનતાએ રોજ ધક્કા ખાવા પડે છે, જેની ચિંતા કરવાને બદલે સત્તાધારી પક્ષ 'તાયફા'માં વ્યસ્ત છે. અને અધિકારીઓએ પણ કાર્યક્રમોમાં ધ્યાન દેવાના બદલે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકારમાં રજૂઆત કરવાની જરૂર છે તેવી ટકોર કરી હતી.






Latest News