મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સરપંચ પદ માટે સૌથી વધુ છ ઉમેદવારો રવાપર ગામમાં..!


SHARE







મોરબી જિલ્લામાં સરપંચ પદ માટે સૌથી વધુ છ ઉમેદવારો રવાપર ગામમાં..!

મોરબી જિલ્લામાં આજે 197 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઈ રહી છે જેમાં મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના રવાપર ગામમાં ઉભેલા છે અને છ ઉમેદવારો સરપંચ પદ માટે આ ચૂંટણી લડી રહ્યા છે તેવા સમયે મતદારો પણ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે અને વહેલી સવારથી જ રવાપર ગામના તમામ મતદાન મથકો ઉપર મતદારોએ મતદાન કરવા માટે લાઇનો લગાવી હતી.

મોરબી જિલ્લામાં કુલ મળીને 303 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જે પૈકીના 71 ગામ સમરસ થઈ ગયા હતા અને ત્યારબાદ 232 ગામમાં હતા તે પૈકીના 35 ગામની અંદર ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા ન હતા જેથી કરીને આ ગામ સિવાયના કુલ મળીને 197 ગામની અંદર આજે સરપંચ અને સભ્યો માટે ચૂંટણીનું મતદાન ચાલુ છે તેનું મતદાન વહેલી સવારે સાત વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું છે અને શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે અને પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ સમગ્ર જિલ્લાની જે ગ્રામ પંચાયતની ચૂંટણી  છે ત્યા મૂકી દેવામાં આવ્યો છે હાલમાં જો વાત કરીએ તો મોરબી તાલુકાના રવાપર ગામની અંદર સરપંચ પદ માટે સૌથી વધુ છ ઉમેદવારો છે જેથી કરીને હાલમાં તે છ ઉમેદવારોમાંથી ગામના સરપંચ ચૂંટવા માટે થઈને ગામના મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારે 7 થી રવાપર ગામના મતદાન મથકો ઉપર મતદારો દ્વારા મતદાન કરવા માટે લાઇનો લગાવવામાં આવી છે અને આગામી સમયમાં આ ગામના સરપંચ તરીકે જે કોઈ વ્યક્તિ ચૂંટાય તે ગામના વિકાસમાં અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરે તેવી લાગણી ગામના મતદારો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.






Latest News