મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની સિરામિક પ્રોડક્ટમાં પરિવહન દરમ્યાન તૂટફૂટ થાય તો જવાબદારી ફેક્ટરી-પાર્ટીની રહેશે: ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.નો મોરબી સિરામિક એસો.ને જવાબ


SHARE











મોરબીની સિરામિક પ્રોડક્ટમાં પરિવહન દરમ્યાન તૂટફૂટ થાય તો જવાબદારી ફેક્ટરી-પાર્ટીની રહેશે: ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.નો મોરબી સિરામિક એસો.ને જવાબ

મોરબીથી સિરામિક પ્રોડક્ટને વાહનમાં ભરીને વેપારી સુધી પહોંચાડવામાં આવે તે દરમિયાન કોઈપણ કારણસર તેમાં તૂટફૂટ થતી હોય તેવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે જેથી તાજેતરમાં સિરામિક એસો.ની મિટિંગ મળી હતી તેમાં માલ વાહનમાં લોડિંગ કરવામાં આવતો હોય ત્યારે માલ લેનાર અથવા તો ટ્રાન્સપોર્ટર કે ડ્રાઇવર ક્લીનરને હાજર રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આમ ટ્રક ટ્રાન્સપોર્ટર ઉપર તુટફૂટની જવાબદારી થોપી દેવાનો પ્રયત્ન થયો હતો જેથી કરીને ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા મીટીંગ બોલાવવામાં આવી હતી અને તેઓના વાહનની અંદર લઈ જવામાં આવતી સિરામિક પ્રોડક્ટમાં તુટફૂટ થાય તો તેની જવાબદારી ફેક્ટરીના માલિક અને માલ લેનાર પાર્ટીની રહેશે તેવું સ્પષ્ટપણે મોરબી સિરામિક એસો.ને જણાવી દેવામાં આવ્યું છે

મોરબીથી સિરામિક પ્રોડક્ટને ટ્રકમાં ભરીને વેપારીઓ સુધી પહોંચાડવામાં આવે ત્યાં દરમિયાન તૂટ ફૂટની સમસ્યાઓ સામે આવી રહી છે જેથી કરીને તાજેતરમાં મોરબી સિરામિક એસોસિયેશનની મીટીંગ મળી હતી જેમાં કેટલાક નિર્ણયો સર્વસંમિતિ કરવામાં આવ્યા હતા તેમ માલ લોડીંગ કરવામાં આવતું હોય તે દરમિયાન માલની ખરીદી કરનાર જવાબદાર વ્યક્તિ અથવા તો ટ્રાન્સપોર્ટર કે ડ્રાઇવર ક્લિનરને ત્યાં હાજર રહેવા, માલ લોડિંગ કરવામાં આવતો હોય ત્યારે માલમાં તુટફૂટ થાય તો તેની જવાબદારી માલ વીક્રેતા અને વેચવા વાળી કંપનીની રહેશે તેમજ કંપનીની બહાર માલ ભરીને વાહન નીકળી જાય ત્યારબાદ બ્રેકેસંબંધની સમસ્યા આવે તો બે ટકા સુધીની જવાબદારી વિક્રેતા અને માલ વેચવા વાળી કંપનીની રહેશે નહીં અને તે સંબંધી કોઈ દાવા કરવામાં આવે તો તે સ્વીકારવામાં આવશે નહીં તેવો નિર્ણય કર્યો છે જેની સામે મોરબી અને વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ની મિટિંગ મળી હતી સંસાથના પ્રમુખ પ્રભાતભાઇ આહીરના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં સર્વનુંમતે એવા નિર્ણય કરવામાં આવ્યું છે કે “સીરામીક પ્રોડક્ટના માલના પરિવહન દરમિયાન માલ તૂટફૂટની સમસ્યા ઊભી થતી હોય છે તેવામાં સીરામીક એસો. દ્વારા મીટીંગ કરીને જે નિર્ણય કરવામાં આવેલ છે તે યોગ્ય નથી જો માલમાં તુટફૂટ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી માલ વેંચનાર ફેક્ટરી અથવા પાર્ટીની રહેશે તેવું મોરબી વાંકાનેર ટ્રાન્સપોર્ટેશન દ્વારા સ્પષ્ટપણે મોરબી સિરામિક એસો.ને જાણવી દેવામાં આવેલ છે.






Latest News