મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ભારે કરી: હળવદના રાતાભેર ગામેથી ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી


SHARE







ભારે કરી: હળવદના રાતાભેર ગામેથી ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી

વર્તમાન સમયમાં લોકોના રોકડ, દાગીના, વાહન, વસ્તુઓ વિગેરે સલામત નથી આટલું જ નહીં પરંતુ મંદિરોમાં ભગવાન પણ સલામત નથી તેવામાં હળવદના રાતાભેર ગામ પાસે વાડી વિસ્તારમાંથી જુદા જુદા ત્રણ વ્યક્તિઓની ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી કરવામાં આવેલ છે જેથી 1 લાખ રૂપિયાની કિંમતના અબોલજીવની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના રાતાભેર ગામે રહેતા મુકેશભાઈ હેમુભાઈ ઇન્દરિયા (37)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે અબોલજીવની ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેરાતાભેર ગામની સીમમાં જીબી પાસે તેઓની તથા અન્ય સાહેદોની વાડી આવેલ છે અને ફરિયાદીએ પોતાની વાડીએ એક ભેંસ અને એક પાડીને બાંધીને રાખ્યા હતા જે 40,000 ની કિંમતના બે અબોલજીવની ચોરી કરવામાં આવેલ છે આ ઉપરાંત અરજણભાઈની વાડીએથી એક ભેંસ અને વાઘજીભાઈની વાડીએથી એક ભેંસ જે બંનેની કિંમત કુલ મળીને 60 હજાર રૂપિયા આમ કુલ મળીને 1 લાખની કિંમતના ચાર અબોલ જીવની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતો કાનજીભાઈ ભરતભાઈ રાઠોડ (18) નામનો યુવાન ઘુટુ રોડ ઉપર સોનેટ સીરામી કારખાના નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઇક સાથે બાઇક અથડાતાં અકસ્માત થયો તો જે બનાવમાં યુવાનને માથા અને શરીરે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ કજારીયા સિરામિક પાસે રહેતા વિનોદભાઈ રામપ્રસાદ હિરવાલ (50) અને રાજકુમાર બાબુલાલ હિરવાલ (35) નામના બે વ્યક્તિઓને મારામારીના બનાવમાં ઈજા થઇ હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News