મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ-સલામતી સપ્તાહની ઉજવણી કરાશે


SHARE







મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ-સલામતી સપ્તાહની ઉજવણી કરાશે

પીજીવીસીએલ દ્વારા ડિસેમ્બર-2025 ને ઊર્જા બચત માસ તરીકે ઉજવી રહ્યું છે જે અંતર્ગત પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહકો સુધી પહોચાડવા તેમજ ઊર્જા બચતનો હેતુ સિદ્ધ કરવા ભારત સરકાર દ્વાર પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજનાને ફળીભૂત કરવા તેમજ વધુમાં વધુ ગ્રાહકો સોલાર રૂફ ટોપ લગાવવા બાબતે અવગત થાય તે માટે જીલ્લામાં બેનરો, પેમ્ફલેટ, ગ્રામસભા, સ્કૂલ સેમિનાર, શેરી નાટકો, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

મોરબી પીજીવીસીએલ અધિક્ષક ઇજનેર ડી.આર. ઘાડીયાએ જણાવ્યુ છે કે, આગામી તા 8 થી 13 ડિસેમ્બર સુદ્ધિ સલામતી સપ્તાહ તરીકે ઊજવણી કરવામાં આવશે ત્યારે મોરબી વર્તુળ કચેરી તાબા હેઠળની વિભાગીય તેમજ પેટા વિભાગીય કચેરી ખાતે અલગ અલગ જનજાગૃતિ ના અભિયાન/ કાર્યક્રમ તેમજ લાઇન પર કામ કરતા તમામ ટેકનિકલ સ્ટાફ તેમજ કોન્ટ્રાકટરના માણસોની જાગૃતિ માટે આયોજન કરેલ છે. જે અંતર્ગત અકસ્માત નિવારણ મોકડ્રિલ, અકસ્માત નિવારણ માટે ફીડરો ઉપર પરીક્ષણ તેમજ વીજ સલામતી બાબતે જન જાગૃતિ કેળવવા માટે સલામતીના સૂત્રો તેમજ વૃક્ષારોપણશાળા/ કોલેજના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝનું આયોજન કરેલ છે તેમજ તા 13 નાં રોજ પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતીની રેલીનું આયોજન કરેલ છે જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવશે. 




Latest News