મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નવલખી બંદર અને ૮ ટાપુઓ પર પ્રવેશબંધી


SHARE







મોરબી જિલ્લામાં નવલખી બંદર અને ૮ ટાપુઓ પર પ્રવેશબંધી

મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે અને આ ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં નથી. જેથી આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરીયાઇ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં માળીયા (મીંયાણા) પોલીસ સ્ટેશન હેઠળ આવેલ ૮ ટાપુઓ પર પ્રવેશબંધી અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં આવેલ મામલીયા ટાપુ, મુર્ગા ટાપુ , અનનેમ ટાપુ-૧, અનનેમ ટાપુ-૨, અનનેમ ટાપુ-૩, અનનેમ ટાપુ-૪, અનનેમ ટાપુ-૫ અને અનનેમ ટાપુ-૬ સહિત કુલ ૮ ટાપુઓ ઉપર કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવી નહી કે ઘુષણખોરી કરવી નહી. સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવું કોઇ કૃત્ય કરવું નહી. આ ટાપુઓ ઉપર કોઇ વ્યકિતએ પ્રવેશવું નહી તથા બોટને લાંઘવાની પ્રવૃતિ કરવી નહીં. આ જાહેરનામુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના સુરક્ષા દળ, ફોરેસ્ટ વિભાગ, મહેસુલ વિભાગ, લેન્ડ રેકર્ડસ તથા ફિશરીઝ વિભાગના અધિકૃત અધિકારી/ કર્મચારીઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામુ તા.૨૩/૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે






Latest News