મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના નેક્સસ સિનેમામાં આગની ઘટનાની મોકડ્રિલ યોજાઇ


SHARE







મોરબીના નેક્સસ સિનેમામાં આગની ઘટનાની મોકડ્રિલ યોજાઇ

મોરબીના બાયપાસ રોડે નવલખી ફાટક પાસે આવેલ નેક્સસ સિનેમામાં આગની ઘટના બની હોવાનું તાત્કાલિક ત્યાંના સંચાલક દ્વારા મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટિમ ત્યાં તાત્કાલિક દોડી ગયેલ હતી અને બચાવ રાહતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને અંતે આ મોકડ્રિલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાજર રહેલા લોકો સહિતના તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

મોરબી મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર મહાપાલિકાના ફાયર કંટ્રોલમાં કોલ આવ્યો હતો જેમાં સામા છેડેથી જણાવ્યુ હતું કે, નવલખી ફાટક પાસે આવેલ નેક્સસ સિનેમા સિનેમામાં આગ લાગી છે જેથી ફાયર વિભાગની ટીમ તુરંત જ ફાયર બ્રિગેડ સાથે ઘટના સ્થળે પહોચી ગઈ હતી. અને નેક્સસ સિનેમામાં રહેલા લોકોને તાત્કાલિક બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી હતી. જો કે, બે કેયુલીટીને બહાર કાઢીને ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. અને ફાયર ફાઈટીંગ કરીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે, કામગીરી પૂરી કરવામાં આવી ત્યાર બાદ સમગ્ર ઘટના મોકડ્રિલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું જેથી સહુકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો આ મોકડ્રિલનો મુખ્ય ઉદેશ્ય લોકોને જાગૃત કરવાનો હતો અને ખાસ કરીને કોઈ ભીડ વાળી જગ્યાએ હોય ત્યારે જો આગ કે અન્ય કોઈ દુર્ઘટના બને તો કેવી રીતે પોતાનો જીવ બચાવવો અન્ય લોકોને કેવી રીતે મદદરૂપ થવું તેની તાલીમ આપવામાં આવી હતી. આ તકે મહાપાલિકાના રેસ્ક્યુ કામગીરી માટેના સાધનોનું પ્રદર્શન પણ યોજાયું હતું






Latest News