મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

તંત્રની ઘોરબેદરકારી: મોરબી જીલ્લામાં અભ્યારણ વિસ્તારમાં મીઠાનું ઉત્પાદન-ઢગલા !, વિડીયો થયો વાયરલ


SHARE







તંત્રની ઘોરબેદરકારી: મોરબી જીલ્લામાં અભ્યારણ વિસ્તારમાં મીઠાનું ઉત્પાદન-ઢગલા !, વિડીયો થયો વાયરલ

માળિયા (મી)ના ઘાટીલા ગામ પાસે આવેલ રણ વિસ્તારમાં ગેરકાયદે મીઠાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે જો કે, તેની સામે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તેવામાં મીઠાના ઢગલાના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે ત્યારે હવે વન વિભાગના અધિકારીઓએ દ્વારા ગેરકાયદે કામગીરી કરનારાઓની સામે કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.

મોરબી જીલ્લામાં ઘણી જગ્યાએ ગેરકાયદે પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે તેના સોશ્યલ મીડિયામાં વાયરલ વિડીયો સામે આવે ત્યાર પછી તંત્ર દોડતું થાય છે તેવામાં માળીયા મિયાણાં તાલુકાનાં ઘાટીલા નજીક આવેલ રણ વિસ્તારમાં મીઠાનું ઉત્પાદન કરવામાં આવતું હોવાના વિડીયો વાયરલ થયેલ છે જે વિડીયોમાં મીઠાનું ઉત્પાદન થતું હોવાનું તેમજ મીઠાના ઢગલા દેખાઈ રહ્યા છે અને ટ્રકમાં માલ ભરીને મીઠાની હેરફેરી કરવામાં આવતી હોવાનું પણ દેખાઈ છે ત્યારે ઘુડખર અભ્યારણમાં ગેરકાયદે કરવામાં આવતી આ કામગીરી જો કેમેરાની આંખને દેખાઈ રહી છે તો પછી જવાબદાર અધિકારી અને કર્મચારીને કેમ દેખાતી નથી તે સૌથી મોટો સવાલ છે. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લાના માળીયા અને હળવદ તાલુકા વિસ્તારમાં ઘૂડખર અભ્યારણ આવેલ છે તે પૈકી અગાઉ હળવદ તાલુકામાં અભ્યારણ વિસ્તારમાં કેમિકલ છોડવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું અને હાલમાં માળીયા તાલુકા વિસ્તારમાં મીઠાનું ઉત્પાદન અને ઢગલા કરવામાં આવતા હોવાના વિડીયો સામે આવેલ છે જેથી કરીને વન વિભાગ તેમજ અન્ય સબંધિત વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ વિડીયો સામે આવ્યા પછી હવે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી વધુ એક વખત આંખ આડા કાન કરવામાં આવશે તેવો સવાલ ગ્રામજનો કરી રહ્યા છે.






Latest News