મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ચંદ્રપુર પાસે યુનિટના ગ્રાઉન્ડમાંથી 12 લાખના ટ્રેક્ટર લોડરની ચોરી


SHARE







વાંકાનેરમાં ચંદ્રપુર પાસે યુનિટના ગ્રાઉન્ડમાંથી 12 લાખના ટ્રેક્ટર લોડરની ચોરી

વાંકાનેરમાં ચંદ્રપુર પાસે આવેલ દરગાહની પાછળના ભાગમાં એશિયન રિફેકટરી યુનિટના ખુલ્લા ગ્રાઉન્ડમાં ટ્રેક્ટર લોડર મૂક્યું હતું જેની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 12 લાખના ટ્રેક્ટર લોડરની ચોરી થઈ હોવાની ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરમાં આવેલ એસટીના વર્કશોપની પાછળના ભાગમાં મનમંદિર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ મનોજભાઈ આંબલીયા (41)એ અજાણ્ય શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, વાકાનેરના ચંદ્રપુર પાસે મોમીનશા બાવાની દરગાહ પાછળના ભાગમાં આવેલ તેઓના એશિયન રિફેકટરી યુનિટના ખુલ્લા ગ્રાઉન્ડમાં ટ્રેક્ટર લોડર નંબર જીજે 36 એસ 3691 પાર્ક કરીને મૂક્યું હતું જે ટ્રેક્ટર લોડરને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ૧૨ લાખના ટ્રેકટર લોડરની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે હનુમાન મંદિર પાસે રહેતા અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ મેરજા નામનો યુવાન સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ બાજુથી ઘર તરફ જતો હતો તે રસ્તે તેઓનું બાઈક સ્લીપ થઈ ગયેલ હોય ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સામાકાંઠેની શિવમ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે ટીંબડી ગામના પાટીયા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલા ધનજીભાઈ વાઘજીભાઈ પરમાર (45) રહે.રાતાવિડા વાંકાનેરને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલે સારવાર માટે ખસેડાયા હતા જે અંગે નોંધ કરી પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાય છે. તેમજ મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ કેટોન લેમિનેટના લેબર ક્વાર્ટર ખાતે બીજા માળની  ઊંચાઇએથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત થયેલા જયસિંહ શેટ્ટી (ઉમર 29) નામના યુવાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.




Latest News