મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રક ટ્રેલરની ડીઝલ ટેન્કમાંથી 140 લિટર ડીઝલની ચોરી


SHARE







મોરબી નજીક ટ્રક ટ્રેલરની ડીઝલ ટેન્કમાંથી 140 લિટર ડીઝલની ચોરી

મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાના ગેટ પાસે ટ્રક ટ્રેલર પાર્ક કરીને મૂક્યું હતું જેની ડીઝલ ટેન્કનો લોક તોડીને તેમાંથી 140 લિટર ડીઝલની ચોરી કરવામાં આવી છે જેથી હાલમાં ડ્રાઇવર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 13,000 રૂપિયાના કિંમતના ડીઝલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ રાજસ્થાનના રામ કુનવારપુરા પપુરના ના રહેવાસી ટ્રક ડ્રાઇવર જીતેન્દ્રસિંહ લાદુસિંગ રાજપૂત (48)એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ પોલીસ ગેટ પાસે જાહેરમાં તેણે પોતાના હવાલા વાળું ટ્રક ટ્રેલર નંબર આરજે 14 જીક્યૂ 4377 પાર્ક કરીને મૂક્યું હતું જે ટ્રક ટ્રેલરની ડીઝલ ટેન્કનો લોક તોડીને તેમાંથી 140 લિટર ડીઝલની ચોરી કરવામાં આવેલ છે જેથી 13,000 ની કિંમતના ડીઝલની ચોરી થઈ હોવાની યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના પંચાસર ઉપર આવેલ નિત્યાનંદ સોસાયટીમાં રહેતા અમિત ગૌતમભાઈ (37) નામના યુવાને સનાળા રોડ ઉપર આવેલ જલારામ ભેળ નજીક કોઈ કારણોસર ઝેરી પદાર્થ પી લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધને ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સામતાણીની વાડીમાં સ્કૂલ પાસે રહેતા હડિયાલાધાભાઈ કેશાભાઈ (68) નામના વૃદ્ધ સનાળા રોડ ઉપર હતા ત્યારે ત્યાં બાઈક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ્યો હતો જેમાં વૃદ્ધને ઈજા થહોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News