ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સરદાર પટેલની ૧૫૦ ની જન્મ જયંતીના અવસર પર પદયાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાશે


SHARE







મોરબી જિલ્લામાં સરદાર પટેલની ૧૫૦ ની જન્મ જયંતીના અવસર પર પદયાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાશે

મોરબીના ઇન્ચાર્જ કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં સરદાર વલ્લભભાઈની ૧૫૦ મી જન્મ જયંતીના અવસર પર યુનિટ માર્ચના ભાગરૂપે મોરબી જિલ્લામાં પદયાત્રા તેમજ આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમના સોચારૂ આયોજન બાબતે બેઠક યોજાઈ હતી.

કલેક્ટરએ સંબંધિત વિભાગોને યુનિટી માર્ચ (પદયાત્રા)નું સુચારૂં આયોજન કરવા, સરદાર @૧૫૦ થીમ પર આધારિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવા, આ આયોજનમાં વિવિધ સંગઠનો,  સંસ્થાઓ, એસોસિએશન્સ, એનજીઓ અને નાગરિકોને સહભાગી બનાવવા સહિત વિવિધ સુચના આપી હતી. આ બેઠકમાં ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર ઉમંગ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડી, મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News