મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ ગામે ૧૦ માસના બાળકને કુતરાએ માથામાં બટકું ભરી લેતા સારવાર દરમિયાન બાળકનું મોત


SHARE













મોરબીના ઊંચી માંડલ ગામે ૧૦ માસના બાળકને કુતરાએ માથામાં બટકું ભરી લેતા સારવાર દરમિયાન બાળકનું મોત

મોરબીના હળવદ હાઇવે ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ સયાન સીરામીકના લેબર કોટરમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના પરિવારના લક્ષ સંતોષભાઈ સોલંકી નામના ૧૦ માસના બાળકના માથાના ભાગે ગત તા.૩૧-૧૦ ના સવારે ૭:૩૦ વાગ્યાના અરસામાં કુતરાએ માથાના ભાગે બટકુ ભરી લીધું હતું.જેથી ગંભીરપણે ઘવાયેલી હાલતમાં લક્ષ સંતોષભાઈ સોલંકીને મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.જો કે સારવાર કારગત ન નિવડતા બાળકનું મોત નિપજેલ છે.બનાવની રાજકોટ ખાતેથી જાણ કરવામાં આવેલી હોય હાલ તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના નાની કેનાલ રોડ પાસે શ્રીકુંજ સોસાયટીમાં રહેતા સંજયભાઈ રતનજીભાઈ સરડવા નામના ૪૬ વર્ષના યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનના જેસલમેર ખાતે રિક્ષા પલ્ટી મારી જવાના બનાવમાં તે ઇજાગ્રસ્ત થયેલ હોય તેને વધુ સારવાર માટે અત્રે લાવવામાં આવેલ છે.જ્યારે ટંકારાના જબલપુર ગામે રહેતા અંબારામભાઈ દેવશીભાઈ શેરસીયા નામના ૫૯ વર્ષના આધેડ ટંકારા ખાતે બાઇક લઈને જતા હતા ત્યાં ખોડીયાર ફાસ્ટફુડ નજીક વાહન સ્લીપ થઇ જતા ઈજા પામતા તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

મહીલા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ચાર માળિયા વિસ્તારમાં પતિના ત્રાસથી કંટાળી જઈને હાથના ભાગે બ્લેડ વડે ચેકા મારતા રોશનબેન ઇબ્રાહીમભાઇ મકવાણા નામના ૪૦ વર્ષના મહિલાને સારવારમાં લાવવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયેલ છે અને મોરબીના કુબેરનાથ રોડ ઉપર લુહાર શેરી વિસ્તારમાં રહેતા પુષ્પાબેન રસિકભાઈ મણીયાર નામના ૮૩ વર્ષના વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે પડી ગયા હોય સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેમજ મોરબી માધાપરા શેરી નંબર-૮ માં રહેતા જેતુનબેન ગુલામહુસેનભાઇ વડગામા નામના ૬૪ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે જુના બસ સ્ટેશન પાસે તેઓ પડી ગયા હોય સારવાર માટે ખસેડાયા હતા.

મારામારીમાં ઇજા

મોરબી નાની કેનાલ સનરાઈઝ વિલા ખાતે રહેતા ધીરેનભાઈ ભુદરભાઈ માકાસણા નામના ૩૭ વર્ષના યુવાનને ઘરે પત્ની સાથે ઝઘડો થયા બાદ મારામારીમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. અને મોરબીના જૈન દેરાસર સામે રહેતા નિશાબેન રાજેશભાઈ દફતરી નામના ૩૦ વર્ષીય મહિલાને પંચાસર રોડ સનરાઈઝ વિલા ખાતે પતિ સાથે ઝઘડો મારામારી થતા ઇજા પામતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે.જ્યારે મોરબીના મોટીવાવડી ગામે રહેતા કરશનભાઈ અમરશીભાઈ ગણેશસીયા નામના ૩૯ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે સારવારમાં લાવવામાં આવ્યા હતા.કરશનભાઇ મોરબી આવ્યા હતા અને પરત પોતાના ગામ જતા હતા ત્યારે પંચાસર ચોકડીથી આગળ મામાદેવ મંદિર નજીક તેમના બાઇકની આડે અચાનક રોજડુ આડુ ઉતરતા વાહન સ્લીપ થવાના બનાવમાં તેઓ ઈજા પામ્યા હોય સારવારમાં ખસેડાયા હતા






Latest News