ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની પેઢીના સેલ્સમેનને ચેક રિટર્નના કેસમાં બે વર્ષની સજા, ડબલ રકમનો દંડ અને વ્યાજ સહિત રકમ ચૂકવવા કોર્ટનો આદેશ


SHARE











મોરબીની પેઢીના સેલ્સમેનને ચેક રિટર્નના કેસમાં બે વર્ષની સજા, ડબલ રકમનો દંડ અને વ્યાજ સહિત રકમ ચૂકવવા કોર્ટનો આદેશ

મોરબીમાં આવેલ ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના ભૂતપૂર્વ કર્મચારીએ પેઢીની ઉઘરાણીની રકમ અંગત હેતુ માટે વાપરી નાખી હતી અને તે રકમ પેઢીને ચુકવવા માટે આપેલ ચેક રિટર્ન થયો હતો જેથી પેઢીના ભૂતપૂર્વ કર્મચારી રત્નવિર જીવરામભાઈ શુકલની સામે કેસ કર્યો હતો જે કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે બે વર્ષની સજા, ડબલ રકમનો દંડ અને વ્યાજ સહિત રકમ ચૂકવી અપાવવાનો હુકમ કર્યો છે.

તાજેતરમાં મોરબી કોર્ટ દવારા ચેક રીટર્નના ફોજદારી ફરીયાદમાં મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપેલ છે. આ કેસની હકિકત જોઈએ તો, ફરીયાદી મોરબીના વતની મે. શ્રી ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર નગીનભાઈ વલ્લભદાસ ભોજાણીએ આરોપી અમદાવાદના વતની રત્નવીરભાઈ જીવરામભાઈ શુકલ કે જેઓ ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા સમયથી ઉપરોકત પેઢીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા અને ઉત્પાદિત માલનું વેચાણ કરતા હતા. તેણે ફરિયાદી પેઢીના ઉત્પાદીત માલનું વેચાણ કરી અને તે માલની આવેલ રકમ ૬,૩૩,૨૫૧ પેઢીમાં જમા નહી કરાવતા પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખેલ હતી અને ફરિયાદી પેઢીએ આરોપી પાસે ઉઘરાણી કરતા તે રકમનો ચેક ફરીયાદીને આપેલ અને આ ચેક ફરીયાદીએ નાણા વસુલવા તેના ખાતામાં જમા કરાવ્યો હતો અને જો કે, ચેક બેંકમાંથી રિટર્ન થયો હતો જેથી ફરીયાદીએ આરોપીને નોટિસ આપી હતી. તો પણ આરોપીએ ચેકની રકમ વસુલ આપી ન હતી 

જેથી મે. શ્રી ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર નગીનભાઈ વલ્લભદાસ ભોજાણીએ આરોપી રત્નવીરભાઈ જીવરામભાઈ શુકલ વિરૂધ્ધ મોરબી કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી જે કેસ કોર્ટમાં ચાલી જતાં ફરીયાદી પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા દલીલ વખતે રજુ કરાયેલ  હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે. ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ જે.જે.ગઢવી સાહેબે આરોપીને બે વર્ષની કેદની સજા, ચેકની રકમથી ડબલ રકમનો દંડ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી રકમ ચૂકવ્યા સુધી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ચુકવી આપવાનો અને તેમ કરવામાં કસૂર કર્યે વધુ ૯૦ દિવસની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી.કારીઆ, રવી કે.કારીયા, મનિશ કે.ભોજાણી, દયારામ એલ.ડાભી અને અતુલ સી.ડાભી રોકાયેલા હતા.






Latest News