મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસેથી બાઇક સ્લીપ થતાં માથામાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના લાલપર પાસેથી બાઇક સ્લીપ થતાં માથામાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઇક સ્લીપ થયું હતું જેથી તે યુવાન નીચે પટકયો હતો અને તેને માથા અને શરીરે ઈજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ધર્મ સિદ્ધિ સોસાયટીમાં રહેતા ઉર્મિલાબેન રાજકુમાર વર્મા (39)ની ફરિયાદ લઈને પોલીસે તેના મૃતક પતિ રાજકુમાર રામપ્રસાદ વર્મા (43)ની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે અને તે ફરિયાદીમાં મહિલાએ જણાવ્યું છે કે મોરબી વાંકાનેર રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસેથી તેઓના પતિ બાઈક નંબર જીજે 10 ડીએલ 0867 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનું બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તેઓ રસ્તા ઉપર નીચે પડતા તેને માથામાં અને શરીરે ગંભીર જાઓ થતા સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં મૃત્યુ પામેલા યુવાનના પત્નીની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

યુવાનને મારમાર્યો

મોરબી તાલુકાના પીપળી ગામે આવે શાંતિનગર વિસ્તારમાં હિંમતભાઈ વાઘજીભાઈ જાદવ (45) નામના યુવાનને કોઈએ મારમાર્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝેરી દવા પી લેતા સારવાર

મોરબી તાલુકાના રાજપર ગામે વાડી વિસ્તારમાં રહેતા કનુભાઈ અલાવાની 17 વર્ષની દીકરી પિન્કીબેને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News