મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક પરિવાર-સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સરદાર પટેલની જન્મજયંતી ઉજવણી કરાઇ


SHARE







મોરબીમાં સિરામિક પરિવાર-સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સરદાર પટેલની જન્મજયંતી ઉજવણી કરાઇ

સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે દરમિયાન મોરબીની વાત કરીએ તો મોરબી સિરામિક એસો. પરિવાર તથા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા મોરબી શહેરના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તકે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, હરેશભાઈ બોપલિયા અને સંદીપભાઈ દેત્રોજા તેમજ માજી પ્રમુખ કિરીટભાઈ ઓગણજા અને મોટી સંખ્યામાં સીરામીક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી પાટીદાર સમાજના યુવા આગેવાન મનોજભાઈ પનારા સહિતની પાટીદાર યુવાનોની ટીમ તથા મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારજીયા, મોરબી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના માજી ચેરમેન કે.ડી. પડસુંબિયા અને જુદી જુદી રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા પાટીદાર સમાજના અગ્રણીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને હારતોરા કરવામાં આવ્યા હતા આ તકે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી સમયમાં મોરબી શહેરમાં જુદીજુદી બેથી ત્રણ જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ મુકવામાં આવશે. જેમાં વીસી હાઈસ્કૂલ પાસે સરદાર પટેલનું સ્ટેચ્યું છે તેને સિરામિક પરિવાર દ્વારા રિનોવેશન કરવામાં આવશે અને રવાપર ચોકડી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ મુકવા માટેની મંજૂર માંગવામાં આવેલ છે.




Latest News