મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપાલીકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150 ની જન્મજયંતી નિમિત્તે ક્વિઝ કોમ્પિટિશન યોજાઇ


SHARE







મોરબીમાં મહાપાલીકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150 ની જન્મજયંતી નિમિત્તે ક્વિઝ કોમ્પિટિશન યોજાઇ

મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ પાસે આવેલ મહાપાલીકાની જગ્યા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150 ની જન્મજયંતી નિમિત્તે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને આ ક્વીઝ કોમ્પિટિશનમાં વિજેતા બનેલ ટીમને મહાપાલિકા દ્વારા 2500 રૂપિયાનું રોકડ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવેલ હતી આ તકે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ કહ્યું હતું કે કવીઝ કોમ્પિટિશન ખાસ કરીને એકાતા દિવસના અનુસંધાને રાખવામાં આવી હતી અને સ્પર્ધામાં ભાગ લેનાર ટીમોને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન સાથે જોડાયેલ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લેનાર ચાર ટીમોએ ઉત્સાહભેર તેના જવાબ આપ્યા હતા અને કોમ્પીટીશનના અંતે વિજેતા બનેલ ટીમને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવી હતી અને ખાસ કરીને આ કોમ્પિટિશનનો હેતુ યુવા પેઢી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન વિષે જાણે અને તેમના કાર્યોમાંથી પ્રેરણા મેળવે તેવો હતો આ તકે મહાપાલિકાની ફાયર વિભાગની ટીમના કર્મચારીઓએ દિવાળીના દિવસોમાં અને  છેલ્લા દિવસોમાં કરેલ જુદી જુદી જગ્યા ઉપરના રેસ્ક્યુની કામગીરી બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા




Latest News