મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાંથી ઝડપાયેલ એમડી ડ્રગ્સના ગુનામાં પકડાયેલ ત્રણ આરોપીના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીમાંથી ઝડપાયેલ એમડી ડ્રગ્સના ગુનામાં પકડાયેલ ત્રણ આરોપીના રિમાન્ડ મંજૂર

મોરબીમાં કારમાંથી એક શખ્સ અગાઉ 28.780 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાયો હતો જે ગુનાની તપાસમાં એ ડિવિઝન પોલીસની ટીમે હાલમાં મુંબઈમાં રહેતા ત્રણ શખ્સની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ત્રણેય આરોપીના આગામી તા. 3 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમે અગાઉ તા 16/10 ના રોજ સાવસર પ્લોટમાં આવેલ વેદાંત હોસ્પિટલ પાસેથી કાર નંબર જીજે 27 સી 1316 લઈને નીકળેલા શખ્સને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી 28.780 ગ્રામ એમડી ડ્રગ્સ  મળી આવ્યું હતું જેથી કરીને 2,87,000 ની કિંમતનું ડ્રગ્સ અને કાર તેમજ અન્ય મુદામાલ મળીને પોલીસે 5,35,100 ના મુદામાલ કબ્જે કર્યો હતો અને ત્યારે આરોપી યોગેશ રતિલાલ દસાડીયા રહે. મોરબી વાળાની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.નો ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એમ.કરકર અને તેની ટીમે આરોપી રિતેશ વાલમજીભાઈ કાસુન્દ્રા (40) રહે. મહાવીરનગર સોસાયટી દહીસર ઇસ્ટ મુંબઈ મૂળ રહે. ઘુનડા ટંકારા, ચિરાગ મહેન્દ્રભાઈ શાહ (36) રહે. માનારામ મિશ્રા ચાલ રાવલપાડા દહીંસર ઇસ્ટ મુંબઈ મૂળ રહે. પ્રાતીજ અને હિમાંશુ ભરતભાઈ ભરખડા (33) રહે. રાવલપાડા બાલાજીનગર મોતી દેસાઈ ચાલ દહીસર ઇસ્ટ મુંબઈ વાળાની ધરપકડ કરી હતી અને આ ત્રણેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી કોર્ટે ત્રણેય આરોપીના આગામી તા 3 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની માહિતી પોલીસ પાસેથી જાણવા મળેલ છે.




Latest News