ટંકારાનાઘુનડા (સ)ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો10,300 ની રોકડસાથે પકડાયાજીજ્ઞેશ ભટ્ટ દ્વારા મોરબી તા. 25ટંકારાતાલુકાના ઘુનડા (સ) ગામે રામ મંદિર વાળી શેરીમાંજાહેરમાં જુગાર રમતા હોવાનીહકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં રેડકરી હતી ત્યારે સ્થળઉપરથી છ શખ્સો જુગ વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્બારા પંચાસર અને શનાળા-ખાનપર રોડ ઉપરથી દબાણો દૂર કરાશે


SHARE











મોરબી મહાપાલિકા દ્બારા પંચાસર અને શનાળા-ખાનપર રોડ ઉપરથી દબાણો દૂર કરાશે

મોરબી મહાપાલિકા દ્વારા ચોમાસા પહેલા જુદાજુદા વિસ્તારોમાં દબાણો દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને હવે ચોમાસાએ વિદાય લીધેલ છે ત્યારે ફરી પછી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવા માટેની તૈયારીઓ મહાપાલિકા દ્વારા કરી લેવામાં આવેલ છે અને અગાઉ માર્ગ અને મકાન વિભાગમાં આવતા હતા તે 10 માર્ગોને મહાપાલિકામાં સમાવિષ્ટ કરાયેલ છે જેથી તે પૈકી 6 માર્ગોને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટતરીકે જાહેર કરાયેલ છે અને તે પૈકીનાં પંચાસર રોડ અને શનાળા-ખાનપર રોડ પરના દબાણો હટાવવાની કામગીરી માટેની તૈયારીઓ મહાપાલિકાની ટી.પી. શાખા દ્વારા શરૂ કરવામાં આવશે.

મોરબીના પંચાસર રોડની હાલની પહોળાઈમાં વધારો કરીને 18 મીટર કરવામાં આવશે. અને આ રોડ ઉપર જે કોઈપણ દબાણ હશે તેને તોડી પાડવામાં આવશે. આવી જ રીતે શનાળા-ખાનપર રોડની હાલની પહોળાઈમાં વધારો કરીને 24 મીટર કરવામાં આવશે. આ બંને રસ્તાની પહોળાઈ વધારવાથી લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટેની ટી.પી. શાખા દ્વારા દબાણો હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં ગત અઠવાડિયામાં ટી.પી. શાખાએ ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ (GRUDA)’ હેઠળ કુલ 6 કેસની પ્રક્રિયા હાથ ધરી છે. આ સાથે, અત્યાર સુધીમાં કુલ 22 ગૃડાના કેસ રેગ્યુલરાઇઝ્ડ થઈ ચૂક્યા છે. તેમજ વિકાસ પરવાનગીની વાત કરીએ તો ટીપી શાખા દ્વારા વધુ 4 ફાઈલો મંજૂર કરવામાં આવી છે. અને આવનારા સમયમાં બાકી રહેલા કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવશે. તેવું અધિકારી જણાવ્યુ છે. 






Latest News