મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી માર્કેટયાર્ડમાં વરસાદી માહોલ વચ્ચે પણ ખેડૂતોની જણસની હરાજી ચાલુ: કપાસનો 1500 થી વધુ ભાવ આવતા ખેડૂતો રાજી


SHARE







મોરબી માર્કેટયાર્ડમાં વરસાદી માહોલ વચ્ચે પણ ખેડૂતોની જણસની હરાજી ચાલુ: કપાસનો 1500 થી વધુ ભાવ આવતા ખેડૂતો રાજી

રાજ્યભરમાં વરસાદી માહોલ છે ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો પોતાના કપાસ સહિતની જાણસ લઈને હરાજીમાં વેચવા માટે આવ્યા હતા અને આજે કપાસ લઈને આવેલા ખેડૂતોને 1,520 સુધીનો ભાવ મળ્યો હોવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે

સામાન્ય રીતે દિવાળી પહેલા વરસાદની સિઝન પૂરી થઈ જતી હોય છે અને દિવાળી બાદ લાભ પાંચમથી જ્યારે માર્કેટ યાર્ડ ગામે ગામ ખૂલે ત્યારે ખેડૂતો પોતાની કપાસ, મગફળી સહિતની જણસને વેચવા માટે થઈને આવતા હોય છે. જોકે ચાલુ વર્ષે નવરાત્રીમાં વરસાદ પડ્યો હતો જેથી કરીને ખેડૂતોને તેના ખેતરમાંથી તૈયાર માલ ઉપાડવામાં મોડું થયું હતું અને હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે દિવાળી પછી પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે ખેડૂતોએ પોતાના ખેતરમાંથી કપાસનો પાક ઉપાડી લીધો છે તેને માલ ક્યાં રાખવો તે પ્રશ્ન ઊભો થયો છે આવા સમયે ખેડૂતો પોતાની પાસે રહેલો માલ વેચી શકે તે માટે થઈને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે આજે પણ વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોના માલની હરરાજી ચાલુ રાખવામાં આવી હતી અને ખેડૂતોને 1200 થી લઈને 1520 સુધીનો કપાસનો ભાવ મળેલ છે જેથી કરીને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને ન માત્ર કપાસ પરંતુ મગફળી સહિતના તમામ પાકોને હાલમાં હરાજી માટે મોરબીના માર્કેટયાર્ડમાં ખેડૂતો લઈને આવે છે અને તેઓના પાકને નુકસાન ન થાય તે માટે ખૂલી જગ્યામાં નહીં પરંતુ સેડ છે તે જગ્યા ઉપર ખેડૂતોનો માલ ઉતારવામાં આવે છે અને ત્યાં હરાજી કરીને માલનું વેચાણ કરવામાં આવે છે તેવી માહિતી યાર્ડના સેક્રેટરી કાંતિભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે.






Latest News