મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર: દિવાળીએ બાળકો પાસે વતનમાં જવાની પતિએ ના પડતાં પત્નીએ અનંતની વાટ પકડી


SHARE







વાંકાનેર: દિવાળીએ બાળકો પાસે વતનમાં જવાની પતિએ ના પડતાં પત્નીએ અનંતની વાટ પકડી

વાંકાનેરના સરતાનપર ગામ નજીક કારખાનામાં રહેતા પરિવારના બાળકો વતનમાં હતા જેથી મહિલાને તેના બાળકો પાસે દિવાળીમાં જવું હતું જો કે, તેના પતિએ થોડા સમય પછી વતનમાં જવાનું કહ્યું હતું તે બાબતે લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેની વાંકનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલ બાફીટ સેનેટરી નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા કવિતાબેન રામચરણભાઈ વર્મા (40) નામના મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની કોમલસિંગ ધુલજીભાઇ વર્મા (43) રહે. હાલ બાફીટ સેનેટરી લેબર ક્વાર્ટરમાં તાલુકો વાંકાનેર મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના બાળકો વનમાં હતા જેથી કરીને તેને દિવાળીના તહેવારમાં પોતાના વતન જવું હતું પરંતુ તેના પતિએ થોડા સમય બાદ વતનમાં જશું તેવું કહ્યું હતું તે બાબતે મહિલાને મનોમન લાગી આવતા તેણીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો તેવી વિગત પ્રાથમિક તપાસમાં સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News