મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરથી બહુચરાજી મંદિર સુધીની પદયાત્રા માટે 200 લોકોનો સંઘ રવાના


SHARE







મોરબીના મહેન્દ્રનગરથી બહુચરાજી મંદિર સુધીની પદયાત્રા માટે 200 લોકોનો સંઘ રવાના

મોરબીના મહેન્દ્રનગર ગામથી દર વર્ષે બહુચરાજી માતાજી મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે 17 માં વર્ષે પણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં 200 જેટલા ભક્તો ઉત્સાહભેર જોડાયા છે.

પદયાત્રાનું આયોજન કિશોરભાઈ બોપલિયા, અંબારામભાઈ રાજપરા, વીરજીભાઈ શેરીસિયા, કાંતિભાઈ સનાવડા, કારૂભાઇ કૈલા, મનજીભાઇ દેત્રોજા, પ્રાણજીવનભાઈ  અને મહેન્દ્રનગર મિત્રવર્તુળ દ્વારા કરવામાં આવે છે દર વર્ષે ભક્તિ, એકતા અને શ્રદ્ધાથી મોરબીથી લોકો બહુચરાજી મંદિર સુધી પદયાત્રા કરીને જય છે અને માતાજીની દર્શનનો લાભ લેતા હોય છે આ યાત્રા ગામના યુવાનો માટે પ્રેરણારૂપ છે અને એક કે બે નહીં પરંતુ છેલ્લા 17 વર્ષથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અને માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામૂહિક સંકલ્પ શક્તિ, એકતા, ભાઇચારો અને સૌહાર્દનો પણ સંદેશ આ પદયાત્રા દ્વારા આપવામાં આવે છે. જેથી ત્રીજના દિવસે મહેન્દ્રનગર ગામથી “જય બહુચરાજીના નાદ સાથે આ પદયાત્રા શરૂ કરવામાં આવી છે. અને યાત્રામાં જોડાયેલા ભક્તો માટેની તમામ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવેલ છે.






Latest News