મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય મહિલા વૃત્તીકા તાલીમ યોજાઇ મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની ભરતી કરાશે મોરબીમાં મહેન્દ્રનગર ગામે પ્રાથમિક શાળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા નજીક નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી અસંખ્ય માછલાંના મોત


SHARE











મોરબીના ગોર ખીજડીયા નજીક નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી અસંખ્ય માછલાંના મોત

મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે આવેલ નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવેલ છે જેથી કરીને અસંખ્ય માછલાંના મોત નિપજ્યાં છે જેથી ગામના સરપંચે કેમિકલયુક્ત પાણી નદીમાં  છોડવામાં આવે છે જેથી કરીને અસંખ્ય માછલાંના મોત થયા છે તેવો આક્ષેપ કરેલ છે અને જો જીપીસીબી દ્વારા નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આગમી દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મોરબીના ગોર ખીજડીયા ગામના સીમ વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં પેપર મિલો સહિતના નાના-મોટા કારખાનાઓ આવેલા છે અને જુદાજુદા ઓદ્યોગીક એકમોમાંથી કેમિકલયુક્ત પાણી નદીમાં અને ચેકડેમમાં છોડવામાં આવે છે જેથી ખેતીના પાકોને તો નુકશાન થાય જ છે તેની સાથો સાથે માછલાંના પણ મોત થયા છે આજે ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાએ સોશ્યલ મીડિયામાં એક વિડીયો મૂક્યો છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના ગામ પાસે નદીમાં કારખાનાઓમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે તેના માટે અગાઉ જીપીસીબીમાં રજૂઆત કરી હતી ત્યારે સેમ્પલ લેવામાં આવ્યા હતા જો કે, કોઈ કામ કરવામાં આવ્યું ન હતું તેવામાં આજે કેમિકલયુક્ત પાણી નટીમાં છોડવાથી અસંખ્ય માછલાંના મોત નિપજ્યાં છે જો આવીને આવી રીતે પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવશે તો પાણીજ્ન્ય રોગ ચાળો ફાટી નીકળે તેવી શ્ક્યતા છે જેથી કરીને પ્રદૂષણ રોકવા માટે થઈને ગ્રામ પંચાયત દ્વારા જીપીસીબીમાં રજૂઆત કરવામાં આવશે પછી પણ જો નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ના છૂટકે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News