મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદમાંથી માથું-હાથ કાપેલ હાલતમાં મળેલ લાશની ઓળખ મળી


SHARE







હળવદમાંથી માથું-હાથ કાપેલ હાલતમાં મળેલ લાશની ઓળખ મળી

હળવદમાં રાતકડી હનુમાન મંદિરે જવાના રોડ ઉપરથી માથું અને હાથ કાપેલ હાલતમાં એક લાશ ગઈકાલે મળી આવી હતી જેથી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને કોઈ જાનવરે મૃતદેહ ફાડી ખાધો હોવાની શક્યતા હતી દરમ્યાન પોલીસે મૃતક વ્યક્તિની ઓળખ મેળવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં મૃતક વ્યક્તિની ઓળખ મળી ગયેલ છે.

હળવદમાં આવેલ રાતકડી હનુમાન મંદિર જવાના રોડ ઉપરથી ગઇકાલે એક મૃતદેહ પડ્યો હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ સ્થળ ઉપર પહોચી હતી અને ત્યાં સ્થળ ઉપરથી માથું અને હાથ કપાયેલ હાલતમાં પુરુષની લાશ મળી આવી હતી જેથી મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને અજાણ્યા પુરુષની લાશ મળી હોવાથી પોલીસે મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ ગઇકાલે મળી આવેલ મૃતદેહ ઈશ્વરગીરી ઉર્ફે ઈસો ભાનુગીરી ગોસાઈ (60) રહે. હાલ રાતકડી હનુમાન મંદિર જવાના રસ્તે મેલડી માતાજીના મંદિરે હળવદ મૂળ રહે. લીંબડી જીલ્લો સુરેન્દ્રનગર વાળા મેલડી માતાજીના મંદિરે રહેતા હતા અને કોઈ કારણોસર બીમારી સબબ બેભાન અવસ્થામાં પડી ગયેલ હોય અને જંગલી જનાવર દ્વારા જમણો હાથ તથા ખોપરીનો ભાગ અને શરીરે અલગ અલગ જગ્યાએ બચકા ભરીને ઇજા કરવામાં આવી હતી જે અંગેની હળવદ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News