મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં વગર વાંકે ઝઘડો કરતાં સાસુની હત્યા કરાવનારા જમાઈના ચાર દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીમાં વગર વાંકે ઝઘડો કરતાં સાસુની હત્યા કરાવનારા જમાઈના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના આંદરણા ગામની સીમાથી મહિલાની સળગાવેલી હાલતમાં લાશ મળી હતી જેની તપાસ દરમ્યાન તે મહિલાની હત્યા તેના જ જમાઈએ કરવી હોવાનું સામે આવ્યું હતું અને આરોપી જમાઈની ધરપકડ કરવામાં આવી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબીના આંદરણા ગામની સીમમાં વાડીના સેઢા પાસે ગત તા 13 ના રોજ સળગેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યા અને પુરવાનો નાશ કરવાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. અને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે અને આરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી. અને હત્યાના આ ગુનામાં આરોપી નાનેશ્વર પંડેરી પંવાર (41) રહે. હાલ શિવપાર્ક પીપળી મોરબી મુળ. કલમસરા મહારાષ્ટ્ર વાળાની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના તા 23 સુધી ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અત્રે ઉલેખનીય છે કે, એલસીબીની ટીમે આરોપી નાનેશ્વર પવારની પૂછપરછ કરી હતી ત્યારે સામે આવ્યું હતું કે, તે પીપળી ગામ પાસે શીવ પાર્કમા તેના બે દીકરાપત્ની તેમજ સાસુ સુશિલાબેન વસંતભાઇ પાટિલ સાથે રહેતો હતો જોકે, તેના સાસુ વગર વાંકે આરોપીના પત્ની તથા બંન્ને બાળકો સાથે ઝઘડો કરતાં હતા. અને જેમ ફાવે તેમ ગાળો આપતા હતા. જેથી તેણે કંટાળીને તેની જ સાસુની હત્યા કરવા માટેનો પ્લાન તેના જૂના મિત્ર રાહુલ ડામોરને સાથે રાખીને બનાવેલ હતો અને આ કામ માટે રાહુલને 50,000 રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને સુશીલાબેનની હત્યા કરીને પુરાવાનો નાશ કર્યા બાદ નાનેશ્વર પવારે રાહુલ ડામોરને તે રૂપિયા આપી પણ દીધા હોવાનું સામે આવ્યું છે.

જે દિવસે ઘટનાને અંજામ આપવામાં આવેલ હતો ત્યારે આરોપીનો મિત્ર રાહુલ ડામોર અને રાહુલનો મિત્ર તા. 12/10 ના રોજ રાતે 12 વાગ્યે તેના ઘરે આવ્યા હતા અને હાલમાં પકડાયેલ આરોપીના સાસુ સુશીલાબેન સૂતા હતા ત્યારે આરોપી નાનેશ્વરે તેની સાસુના પગ પકડી રહ્યા હતા અને રાહુલે મોઢુ દબાવી દીધું હતું અને રાહુલના મીત્રએ ગળેટુપો આપીને તેની હત્યા કરી હતી ત્યાર બાદ કોથળામા લાશ મુકીને રાહુલ અને તેનો મિત્ર નાનેશ્વરના બાઈક નંબર જીજે 3 ડીએન 2721 માં લાશને આંદરણા ગામ પાસે લઈ ગયા હતા અને ત્યાં પેટ્રોલ છાંટીને લાશને સળગાવી હતી અને ત્યાર બાદ નાનેશ્વરને તેનું બાઇક રાહુલ પાછું આપી ગયો હતો અને રાહુલ તથા તેનો મિત્ર બંને મોરબીથી હાલમાં ભાગી ગયા છે જેથી તેને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.






Latest News