મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકો અને હેડ ક્વાટર યથાવત રાખો, મોરબીમાં ગેમ તેટલા નવા તાલુકા બનાવો કોઈ વાંધો નથી: કલેક્ટરને આવેદન પાઠવ્યું


SHARE







માળિયા (મી) તાલુકો અને હેડ ક્વાટર યથાવત રાખો, મોરબીમાં ગેમ તેટલા નવા તાલુકા બનાવો કોઈ વાંધો નથી: કલેક્ટરને આવેદન પાઠવ્યું

માળિયા મિયાણા તાલુકાના વિભાજન માટેની ગતિવિધિ ચાલી છે તેને રોકાવા માટે માળિયા મિયાણા તાલુકા હિત રક્ષક સમિતિની આગેવાની હેઠળ આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે માળિયા રાજવીર પરિવારના સભ્ય સહિતના તમામ સમાજના લોકો હાજર રહ્યા હતા અને સરકાર દ્વારા ગમે તેટલા નવા તાલુકા બનાવવામાં આવે તેનો કોઈ વિરોધ નથી પરંતુ માળીયા મીયાણા તાલુકો અને તેનું હેડ ક્વાટર યથાવત રહેવુ જોઈએ તેવી માંગ કરવામાં આવી છે

માળિયા મિયાણા તાલુકા હિત રક્ષક સમિતિના આમીન ભટ્ટી અને ઈકબાલભાઈ તેમજ માળીયા મીયાણા રાજવી પરિવારના સભ્ય પૃથ્વીરાજસિંહ જાડેજા તથા મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને જુદા જુદા ગામના તમામ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને માળિયા મિયાણા તાલુકાને વિભાજિત કરી તેના 46 ગામોમાંથી આશરે 28 ગામોને જેતપર અને 18 ગામોને પીપળીયા ચાર રસ્તા ખાતે નવા તાલુકાઓમાં સામેલ કરવાની કવાયત કરવામાં આવી રહી છે. તેનો વિરોધ કર્યો હતો.

ત્યારે આગેવાનોએ કહ્યું હતું કે, આ નિર્ણય કરવાથી માળિયા (મિયાણા) તાલુકાનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. જેથી તેનો દરેક સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવેલ છે અને વધુમાં કહ્યું હતું કે, માળિયા (મિયાણા) બ્રિટિશ રાજ સમયનું રજવાડું હતું અને સૌરાષ્ટ્રનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. જો માળિયા હેડ ક્વાટર બદલાવવામાં આવે તો તેની વિરાસત અને ઓળખ વિસરાઈ જશે અને માળીયાના વિભાજનથી બે તાલુકા બનાવવામાં આવે તો માળીયાના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેથી કરીને માળિયા તાલુકાનું વિભાજન કરીને નવા તાલુકા બનાવવા માટેની જે ગતિવિધિ ચાલી રહી છે તેની સામે સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે

આજે આવેદન આપવા માટે આવેલા લોકોએ જણાવ્યું છે કે જો સરકાર નવા તાલુકા બનાવતી હોય તો તેની સામે તેમને કોઈ વાંધો નથી પરંતુ માળિયા તાલુકો રજવાડાના સમયથી છે અને તેનું હેડ ક્વાટર માળીયા હતું તો માળિયા તાલુકો અને તેનું હેડ ક્વાટર યથાવત રાખીને નવા જેટલા તાલુકા મોરબી જિલ્લામાં બનવા હોય તેની સામે માળિયા શહેર અને તાલુકાના લોકોને કોઈ વાંધો નથી ઉલ્લેખનીય છે કે, હાલમાં માળિયા તાલુકા કક્ષાની કચેરીઓ સરકારે માળીયામાં અંદાજે 3.22 કરોડના ખર્ચે બનેલ મિલકતો નકામી થઇ જશે. જેથી આજરોજ આવેદનપત્ર પાઠવીને માળિયા તાલુકો અને તેનું હેડ ક્વાર્ટર યથાવત રાખવાની માંગ કરવામાં આવી છે અને જો માળીયાનું અસ્તિત્વ ખતમ કરવા માટેના નિર્ણય કરવામાં આવશે તો ગામથી લઈને ગાંધીનગર સુધી અને હાઇકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટેની માળિયાના લોકોની તૈયારી છે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે






Latest News