મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી આયુષ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ દર્દીનો સફળ પ્લાસ્ટિક સર્જરી કરીને પગ બચાવી લીધો


SHARE







મોરબી આયુષ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ દર્દીનો સફળ પ્લાસ્ટિક સર્જરી કરીને પગ બચાવી લીધો

વર્ષોથી ડાયાબિટીસથી પીડાતા દર્દીએ છેલ્લા 8 વર્ષથી ડાયાબિટિક ફૂટ (Diabetic Foot) ના કારણે ન ભરાતા ઘાવની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘાવ એટલો વધુ ગંભીર થઈ ગયો હતો કે મોટી શહેરોની હોસ્પિટલોમાં તપાસ કરાવતાં પગ કાપવાની સલાહ આપવામાં આવી હતી.

આવામાં, મોરબીની આયુષ હોસ્પિટલમાં કરવામાં આવેલી સફળ પ્લાસ્ટિક સર્જરી પછી હવે ઘાવ સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે અને દર્દીનું પગ કાપવાનું ટળી ગયું છે. દર્દી માટે આશાની કિરણ બનીને આયુષ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડૉ. આશિષ હડિયલ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા. તેમણે પ્લાસ્ટિક સર્જરી દ્વારા ઘાવનું યોગ્ય રીતે નિદાન કરી સારવાર આપી, જેના પરિણામે દર્દી હવે સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે અને તેના પગનું રક્ષણ થયું છે. દર્દી તથા તેના પરિવારજનોએ ડૉ. આશિષ હડિયલ તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફનો દિલથી આભાર વ્યક્ત કર્યો. આ સફળ સારવાર ડાયાબિટીસથી પીડાતા અનેક દર્દીઓ માટે આશાનું સંદેશ આપે છે કે, યોગ્ય સમયે યોગ્ય નિષ્ણાતની સલાહ અને આધુનિક સારવાર મળી રહે તો ડાયાબિટિક ફૂટ જેવી ગંભીર પરિસ્થિતિમાં પણ પગ બચાવી શકાય છે.






Latest News