મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની રામ ઔર શ્યામ સોસાયટીમાં કુતરાનો આતંક: 8 લોકોને બચકાં ભર્યા


SHARE







મોરબીની રામ ઔર શ્યામ સોસાયટીમાં કુતરાનો આતંક: 8 લોકોને બચકાં ભર્યા

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ સોસાયટીમાં હડકાયા કુતરાએ આતંક મચાવ્યો હતો અને સોસાયટીની શેરીમાંથી પસાર થતા મહિલા, બાળકો સહિતના કુલ મળીને આઠ જેટલા લોકોને બચકા ભરી લીધા હતા જેથી કરીને તે તમામને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા

મોરબી શહેરના નવલખી રોડ પર રામ ઔર શ્યામ સોસાયટીમાં ગઇકાલે સવારે કુતરાએ આતંક બચાવી દીધો હતો અને આ સોસાયટીની શેરીમાં સફાઈ કરતી મહિલા, સાઇકલથી રમતો બાળક સહિત કુલ મળીને આઠ જેટલા વ્યક્તિઓને હડકાયા કૂતરાએ બચકા ભરી લીધા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી અને કુતરાએ સોસાયટીમાં મચાવેલ આતંકની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને ઉલેખનીય છે કે, આ સોસાયટીમાં સાતેક મહિના પહેલા આવી જ રીતે કુતરાએ આતંક મચાવ્યો હતો અને ઘણા લોકોને બચકા ભર્યા હતા. અને ગઇકાલે ફરી પાછી આ વિસ્તારમાં ઘટના બની છે જેથી રજડતા કૂતરાઓ સામે મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવા માટે તેવી માંગ ઉઠી રહી છે.






Latest News