મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

આત્મનિર્ભર ભારત, મોરબીમાં એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળો યોજાશે: સ્વપ્નિલ ખરે


SHARE







આત્મનિર્ભર ભારત, મોરબીમાં એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળો યોજાશે: સ્વપ્નિલ ખરે

આત્મનિર્ભર ભારતના ઉદ્દેશ સાથે મહિલાઓ આર્થિક રીતે સ્વાવલંબન બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્વદેશી મેળાનું દરેક જિલ્લામાં આયોજન થયું છે જેથી દિવાળીના પર્વમા સખી મંડળોની બહેનો દ્વારા બનાવેલી વસ્તુઓનું વેચાણ થઈ શકે.

મોરબીમાં તા.૯ થી ૨૦ દરમિયાન સવારે ૧૦ થી રાત્રીના ૧૦ વાગ્યા દરમિયાન એલ.ઈ.કોલેજ ક્રિક્રેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન તા.૯ ના સાંજે ૫ કલાકે પદાધિકારીઓ અને અધિકારીઓને ઉપસ્થિતિમાં થશે. આ સ્વદેશી મેળાના સુચારૂ આયોજન અંગેની એક બેઠક રેન બસેરા ખાતે મ્યુ.કમિશ્નર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ સ્વદેશી મેળામાં ૬૦ જેટલા સ્ટોલ ઉભા કરાશે જેમા સખી મંડળની બહેનો દ્વારા દિવાળી નિમિત્તે બનાવાયેલા વિવિધ નાસ્તા પ્રાકૃતિક કૃષીના સ્ટોલ હસ્તકલાના સ્ટોલ દિવડા, તોરણ, ટોડલા, જેનરિક સ્ટોલ ઉપલબ્ધ હશે   આ બેઠકમાં નાયબ મ્યુ. કમિશ્નર સંજય સોની, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, જિલ્લા માહિતી અધિકારી પારૂલ આડેસરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News