મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સાહિત્ય સભા દ્વારા સાહિત્યકાર સાથે ગોઠડીનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી જિલ્લા સાહિત્ય સભા દ્વારા સાહિત્યકાર સાથે ગોઠડીનો કાર્યક્રમ યોજાયો

મોરબીના રવાપર રોડ પર આવેલા સ્વરાંગન સ્ટુડિયોમાં મોરબી જિલ્લા સાહિત્ય સભા આયોજિત 'સાહિત્યકાર સાથે ગોઠડી'નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખ્યાતનામ ગુજરાતી બાળસાહિત્યકાર યશવંત મહેતા (યશદાદા), સાહિત્યિક ગોઠડીમાં બાળરોગ નિષ્ણાત અને પ્રતિષ્ઠિત લેખક ડૉ.સતીશ પટેલ, સ્વરાંગન સ્ટુડિયોના કલાપ્રેમી હંસરાજભાઈ ગામી, કવિ અને લેખક ડૉ. ભાવેશભાઈ જેતપરિયા ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે યશદાદાનું પુસ્તક દ્વારા સન્માન  સ્વરાંગન સ્ટુડિયોના હંસરાજભાઈ ગામી દ્વારા કરવામાં આવ્યું હતું. અને યશવંત મહેતાનો પરિચય શૈલેષ કાલરિયા દ્વારા આપવામાં આવ્યો હતો. યશવંત મહેતા દ્વારા નવચેતન સામયિક, માતૃભાષા અભિયાન, બાલઆનંદ સામયિક, શારદાસભા, શનિસભા વિષયે વાત કરી સાહિત્યિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . મણે  એક નવી સર્જેલી પ્રયોગશીલ રચના કૃષ્ણગીતનું પઠન કર્યું હતું. અને ગોઠડીના બીજા ચરણમાં ડૉ.ભાવેશભાઈ જેતપરિયા, જનાર્દન દવે 'અઘોરી', વિશાલ પારેખ, નિશિત સોની, આંબાલાલ કુંડારિયા, પ્રકાશ કુબાવત, જીવતીબેન પીપલિયા, સંજય બાપોદરિયા 'સંગી', શૈલેષ કાલરિયા 'દોસ્ત' વગેરે સર્જકોએ પોતાની સ્વરચિત કૃતિનું પઠન કરી સાહિત્યરસિકજનોને રસ તરબોળ કર્યા હતા.

સ્વરાંગન સ્ટુડિયોના હંસરાજભાઈ ગામીએ સંગીત અને સાહિત્ય પ્રત્યેનો પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. અને ડૉ.સતીશ પટેલે પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું હતું કે, 'મોરબીમાં લક્ષ્મીજીની કૃપા છે, હવે સરસ્વતીજીની કૃપા વરસી રહી છે એ આનંદની વાત છે. વિવિધ સાહિત્ય સર્જન થતું આવે છે. તેમાં શ્રેષ્ઠતા આવે તે માટે પ્રયત્નો જરૂરી છે. અને ગોઠડીમાં ત્રીસેક સર્જક અને ભાવક ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજેશ પરમાર, રાકેશ રાઠોડ, વૈદ્ય કે.જે. ઝાલા, ભરત રાજકોટિયા, ડેનિશ કાનાબાર, મનિષ યાજ્ઞિક, રમેશ કાલરિયા, વિશાલ ગામી, હિરેન સાણજા, મનિષા પટેલ, અલ્પા કાલરિયાએ નોંધપાત્ર હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન શૈલેષ ઝાલરિયા અને વ્યવસ્થા રાજેશ મોકાસણાએ કરી હતી.






Latest News