મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં નવરાત્રી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઇ તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, રોમોયોગીરી કરનારની ખેર નથી: એસપી મુકેશકુમાર પટેલ


SHARE







મોરબીમાં નવરાત્રી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઇ તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, રોમોયોગીરી કરનારની ખેર નથી: એસપી મુકેશકુમાર પટેલ

મોરબી જિલ્લાભરમાં નવરાત્રિ દરમ્યાન કોઈ બનાવ ન બને તેના માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવેલ છે અને તેની માહિતી આપવા માટે એસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને શક્તિની આરાધનાનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઇ તે માટે જુદાજુદા નવરાત્રિ મહોત્સવમાં પોલીસની સીટીમ પણ કાર્યરત રહેશે. તે ઉપરાંત અધિકારીઓએ સહિત 550 જેટલા પોલીસ જવાનો ખડેપગે રહશે.

મોરબીના એસપી મુકેશકુમાર પટેલે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, જિલ્લામાં કોમર્શિયલ નવરાત્રિ અને શેરી ગરબા મળીને નાના મોટા કુલ 571 આયોજન કરવામાં આવ્યું છે જેના માટે 3 ડીવાયએસપી, 16 પીઆઈ, 22 પીએસઆઈ અને 530 જેટલા પોલીસ જવાનો બંદોબસ્ત રાખવામા આવેલ છે અને ખાસ કરીને નવરાત્રીમાં ટ્રાફિકની સમસ્યા ન થયા અને મહિલાઓને કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખવામા આવશે અને નશાખોરો શખ્સોને પકડવા માટે કુલ 34 બ્રિ એનેલાઈઝર પોલીસ પાસે રહેશે. તેમજ મહિલા અને પુરુષ કર્મચારીઓ ખેલૈયાની જેમ તૈયાર થઈને જુદી જુદી જગ્યાએ નવરાત્રીમાં જશે અને નેત્રમ અંતર્ગત મૂકવામાં આવલે 120 જેટલા સીસીટીવી કેમેરા ઉપર પણ પોલીસ સતત વોચ રાખશે. આટલું જ નહીં 3 એન્ટી રોમિયો સ્ક્વોડ પણ નવરાત્રિ દરમ્યાન ખડેપગે રહેશે. અને બ્લેક ફિલ્મવાળા, મોડિફાઈડ સાયલેન્સર કે પછી નંબર પ્લેટ વગરના વાહન દેખાઈ તો તેના ફોટો પાડીને મોરબી પોલીસને આપવામાં આવશે તો પીએન કાર્યવાહી કરવામાં આવશે. તથા નવરાત્રિના આયોજકોએ પાર્કિંગની વ્યવસ્થા લાઇટિંગ સાથે કરવાની રહેશે.






Latest News