મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહ ઊજવણીનો શુભારંભ કરાયો; મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો


SHARE







મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહ ઊજવણીનો શુભારંભ કરાયો; મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેતીને લગતા વિવિધ વિષયો પર માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરી કૃષિ ટેકનોલોજી સપ્તાહ ઊજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળના મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર  ખાતે તા.૮ થી ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન કૃષિ ટેકનોલોજી સપ્તાહ ઉજવવામાં આવનાર છે, જે અંતર્ગત આજરોજ તા.૮ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ પ્રથમ દિવસે આ સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં સિનિયર સાયન્ટિસ્ટ એન્ડ હેડશ્રી એમ.એફ. ભોરણીયા દ્વારા મગફળી પાકમાં રોગ અને જીવાત નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ વૈજ્ઞાનિક ડો. કે.એન. વડારીયા દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ઊંડાણપૂર્વક રજૂઆત કરી તેના વિવિધ પાસાંઓની છણાવટ કરવામાં આવી હતી. ડો. એ.વી. ખાનપરા દ્વારા ખેડૂતોને કપાસમાં જીવાત નિયંત્રણ અંગે તેમજ શ્રી વી.વી. ઠાકોર દ્વારા ખેડૂતોને જમીન અને પાણીના નમુના કઇ રીતે લેવા તે અંગે જાણકારી આપી હતી.આ કાર્યક્રમમાં ટંકારા તાલુકાના AKARSP સ્ટાફ અને ખેડૂતો ભાઈઓ- બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને  સફળ બનાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના દરેક અધિકારી અને કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News