મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા ધરણા કરીને ગેરકાયદેસર કતલખાના અને નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીના ઘુંટુ ગામે સંયુક્ત માલિકીની કરોડોની જમીનના વેચાણ મામલે પ્રાંત અધિકારીનો મહત્વનો હુકમ મોરબીના રંગપર બેલા ગામે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરી ટ્રાયસિકલ મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં ઠેર ઠેર ગાબડા !: રિપેરિંગ-સફાઈ કરવામાં ન આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ મોરબી નજીક સિરામિક કારખાનામાંથી 1.65 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સરવડ ખાતે રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો


SHARE







































મોરબી જિલ્લામાં સરવડ ખાતે રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા શ્રી કે.પી. હોથી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય, સરવડ ખાતે જાતીય અને પ્રજનન આરોગ્ય તથા રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કિશોર તથા કિશોરીઓને જાતીય તથા પ્રજનન આરોગ્ય સંબંધિત મૂળભૂત માહિતી, સ્વચ્છતા, પૌષ્ટિક આહાર, માનસિક સ્વાસ્થ્ય અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કિશોરીઓને માસિક સ્ત્રાવ અંગેની સમજણ આપી કિશોરાવસ્થા દરમિયાન આવતા શારીરિક, માનસિક તથા સામાજિક પરિવર્તનો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કિશોરોને વિવિધ આરોગ્ય સેવાઓ, સલાહ સેવા તથા સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને માસિક ધર્મ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા, નશા મુક્તિ તથા લિંગ સમાનતા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તથા કાર્યક્રમના અંતમાં વિધાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો તેવું મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે.














Latest News