મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં રાજકોટ પોલીસે એક આરોપીને દબોચ્યો


SHARE











મોરબીમાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં રાજકોટ પોલીસે એક આરોપીને દબોચ્યો

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર નજીક ફૂટપાથ ઉપર આધેડ પોતાના ભત્રીજા સાથે ઊભા હતા ત્યારે ત્રણ શખ્સોએ ત્યાં આવીને કુટુંબના પ્રશ્ને વાતચીત કરી મારા-મારી શરૂ કરી હતી અને લાકડી વડે ફરિયાદી તથા તેના ભત્રીજાને માર માર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવમાં યુવાનને વધુ ઇજા થયેલ હોવાથી રાજકોટ ખસેડાયો હતો અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટયો છે આ ગુનામાં રાજકોટ પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગેંડા સર્કલ પાસે આવેલા હાઉસિંગ બોર્ડ નજીક ફૂટપાથ પર રહેતા ભરતભાઈ કરસનભાઈ સોલંકી જાતે દેવીપૂજક (ઉંમર ૫૦) પોતાના ભત્રીજા મહેશ અશોકભાઈ મકવાણા (ઉ.વ.૨૭) ની સાથે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર પાસે ફૂટપાથ ઉપર ઊભા હતા ત્યારે પ્રકાશભાઈ પરશુરામ ગોસ્વામી, અર્જુન પ્રકાશભાઈ ગોસ્વામી અને કિશન કાળુભાઈ દેવીપુજક રહે ત્રણેય હાલ મોરબી મૂળ રહે નવાગઢ જેતપુર વાળાએ ત્યાં આવીને તેની સાથે કુટુંબના પ્રશ્ને વાતચીત દરમિયાન મારામારી શરૂ કરી હતી અને પ્રકાશ ગોસ્વામીએ ફરિયાદીના ભત્રીજા મહેશ અશોકભાઈ મકવાણાને લાકડી વડે માર માર્યો હતો અને અન્ય બે આરોપીઓને ધક્કામુક્કી કરીને તેને માર માર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ભોગ બનેલા આધેડ દ્વારા સિટી પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જો કે, રાજકોટ ખાતે સારવારમાં મહેશ અશોકભાઈ મકવાણાનું મોત નીપજયું છે જેથી કરીને હાલમાં પોલીસે આ બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કરીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને આ ગુનામા રાજકોટ પોલીસે હાલમાં પ્રકાશભાઈ પરશુરામ ગોસ્વામી નામના એક આરોપીની ધરપકડ કરેલ છે






Latest News