માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મારામારીમાં ઇજા પામેલા યુવાનનું મોત: બનાવ હત્યામાં પલટયો


SHARE







મોરબીમાં મારામારીમાં ઇજા પામેલા યુવાનનું મોત: બનાવ હત્યામાં પલટયો

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર નજીક ફૂટપાથ ઉપર આધેડ પોતાના ભત્રીજા સાથે ઊભા હતા ત્યારે ત્રણ શખ્સોએ ત્યાં આવીને કુટુંબના પ્રશ્ને વાતચીત કરી મારા-મારી શરૂ કરી હતી અને લાકડી વડે ફરિયાદી તથા તેના ભત્રીજાને માર માર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવમાં યુવાનને વધુ ઇજા થયેલ હોવાથી રાજકોટ ખસેડાયો હતો અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટયો છે જેથી અગાઉ  આધેડ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આઈ હતી તેમાં હત્યાની કલમનો ઉમેઓ કરીને આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગેંડા સર્કલ પાસે આવેલા હાઉસિંગ બોર્ડ નજીક ફૂટપાથ પર રહેતા ભરતભાઈ કરસનભાઈ સોલંકી જાતે દેવીપૂજક (ઉંમર ૫૦) પોતાના ભત્રીજા મહેશ અશોકભાઈ મકવાણા (ઉ.વ.૨૭) ની સાથે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર પાસે ફૂટપાથ ઉપર ઊભા હતા ત્યારે પ્રકાશભાઈ પરશુરામ ગોસ્વામી જાતે દેવીપુજક, અર્જુન પ્રકાશભાઈ ગોસ્વામી જાતે દેવીપૂજક અને કિશન કાળુભાઈ દેવીપુજક રહે ત્રણેય હાલ મોરબી મૂળ રહે નવાગઢ જેતપુર વાળાએ ત્યાં આવીને તેની સાથે કુટુંબના પ્રશ્ને વાતચીત દરમિયાન મારામારી શરૂ કરી હતી અને પ્રકાશ ગોસ્વામીએ ફરિયાદીના ભત્રીજા મહેશ અશોકભાઈ મકવાણાને લાકડી વડે માર માર્યો હતો અને અન્ય બે આરોપીઓને ધક્કામુક્કી કરીને તેને માર માર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ભોગ બનેલા આધેડ દ્વારા સિટી પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જો કે, રાજકોટ ખાતે સારવારમાં મહેશ અશોકભાઈ મકવાણાનું મોત નીપજયું છે જેથી કરીને હાલમાં પોલીસે આ બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કરીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે






Latest News