મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામેથી સારવારમાં ખસેડાયેલ સગર્ભા મહિલાનું મોત


SHARE







મોરબીના આંદરણા ગામેથી સારવારમાં ખસેડાયેલ સગર્ભા મહિલાનું મોત

મોરબીના આંદરણા ગામની સીમમાં રહેતી સગર્ભા મહિલાને અચાનકમાં દુખાવો ઉપાડતા તેને પ્રથમ સારવાર માટે ચરાડવાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને ગયા હતા અને ત્યાંથી તેને બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું. જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાં આવેલ પટેલ માઇક્રોન માટીના કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા સંગીતાબેન શંકરભાઈ વસુનિયા (28) નામની મહિલા સગર્ભા હોય તેને ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં પેટમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ચરાડવા ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન સારવારમાં તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે






Latest News