મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ આરોપી સાગર ફુલતરીયા રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે: સીઆઇડી હવે કોને ઉપાડશે તેની ચોમેર ચર્ચા


SHARE







મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ આરોપી સાગર ફુલતરીયા રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે: સીઆઇડી હવે કોને ઉપાડશે તેની ચોમેર ચર્ચા

મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં આરોપી સાગર ફુલતરિયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીને મોરબીની કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પણ મેળવ્યા હતા જેના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે. જો કે, રિમાન્ડ દરમ્યાન કેટલીક મહત્વની માહિતી સીઆઇડી ક્રાઇમની ટિમને મળી હોવાની શક્યતા સેવાઇ રહી છે જેથી હવે આ ગુનામાં સીઆઇડીની ટિમ કોને ઉપાડશે તેની ચોમેર ચર્ચા થઈ રહી છે.

મોરબીના વજેપર ગામે સર્વે નંબર 602 વાળી જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જેની જમીનના મૂળ માલિક ભીમજીભાઇ બેચારભાઈ નકુમએ ફરિયાદ કરી હતી તે ગુનામાં સીઆઇડીની ટીમે છેલ્લે આરોપી સાગર આંબરામભાઈ ફૂલતરિયાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ માંગ્યા હતા જેથી કોર્ટે આરોપીય ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ શનિવારે પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને સીઆઇડીની ટીમે આરોપીને કોર્ટના આદેશ મુજબ જેલ હવાલે કરેલ છે.

ઉલેખનીય છેકે, આ ગુનાની તપાસ સીઆઇડીની ટિમને સોંપવામાં આવી ત્યાં બાદ અત્યાર સુધીમાં આ ગુનામાં આરોપી તરીકે ભરત દેગામા, હેતલબેન ભોરણિયા, સાગરભાઈ સાવધાર અને શાંતાબેન પરમારની પહેલા ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યાર બાદ સાગર ફૂલતરિયાને પણ આજે જેલ હવાલે કરવામાં આવેલ છે. જો કે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સીઆઇડીની ટિમની પૂછપરછ દરમ્યાન સાગર ફૂલતરિયા પાસેથી કેટલીક મહત્વની માહિતી સામે આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે જેથી કરીને આ ચકચારી કૌભાંડમાં હવે સીઆઇડીની ટિમ દ્વારા કોને ઉપાડવામાં આવશે તેની જ મોરબીમાં ચોમેર ચર્ચા ચાલી રહી છે.






Latest News