મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ઘૂળકોટ ગામે સ્વામિનારાયણ મંદિરમાં ગયેલ મહિલાને ત્રણ શખ્સોએ સોરીયાના હાથા વડે માર માર્યો


SHARE







મોરબીના ઘૂળકોટ ગામે સ્વામિનારાયણ મંદિરમાં ગયેલ મહિલાને ત્રણ શખ્સોએ સોરીયાના હાથા વડે માર માર્યો

મોરબીના ઘૂળકોટ ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ગયેલ અનુસૂચિત જાતિના મહિલાને ત્રણ શખ્સો દ્વારા જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યા હતા અને સોરિયાના હાથા વડે મહિલાને વાસાના ભાગે માર મારીને આને મૂકવી નથી તેવું કહીને તેને ધમકી આપી હતી અને ગાળો આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂળકોટ ગામે અનુસૂચિત જાતિવાસમાં રહેતા નીમુબેન રમણીકભાઈ પરમાર (45)એ હાલમાં જેરામભાઈ ચકુભાઈ રાઠોડ, નરેશભાઈ જેરામભાઈ રાઠોડ અને લાલભાઈ જેરામભાઈ રાઠોડની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે એકાદ મહિના પહેલા ધુળકોટ ગામે સ્વામિનારાયણ મંદિરમાં તેઓ ગયેલા હતા તે બાબતનો ખાર રાખીને ત્રણેય આરોપીઓએ એક સંપ કરીને ફરિયાદી મહિલા જ્યારે જેરામભાઈ રાઠોડની વાડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને આપણા મંદિરમાં પ્રવેશ કર્યો હતો તેમ કહીને હાથમાં સોરીયા લઈને આવીને તેના હાથા વડે ફરિયાદી મહિલાને વાસાના ભાગે મારમાર્યો હતો અને આને મૂકવી નથી તેમ કહીને ધમકી આપીને ગાળો આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ઇજા પામેલ બાળક સારવારમાં

મોરબીના ભડીયાદ ગામે રહેતા દિવ્યેશભાઈ ભોજવીયાનો 10 વર્ષનો દીકરો પરિન લાતી પ્લોટ વિસ્તારમાં બાઈકમાંથી પડી જતા તેને ઈજા થઈ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News