મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિકનું નિયમન કરાવતા કોન્સટેબલને દંપતીએ માર મારીને માથું ફાડી નાખ્યું !


SHARE







મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિકનું નિયમન કરાવતા કોન્સટેબલને દંપતીએ માર મારીને માથું ફાડી નાખ્યું !

મોરબીની વાવડી ચોકડી પાસે ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ પોતાની ટ્રાફિકના નિયમન માટેની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ટ્રાફિકનો ભંગ કરીને ડબલ સવારી બાઇક ઉપર આવેલ વાહનચાલકને ચલણ આપવાનું કહ્યું હતું જેથી દંપતિ ઉશ્કેરાઈ ગયું હતું અને ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ટ્રાફિક કોસ્ટેબલનો કાંઠલો પકડવામાં આવ્યો હતો જે છોડાવવા જતા સમયે ટ્રાફિક કોન્સ્ટેબલને ડાબા હાથની ત્રીજી આંગળીમાં ઈજા થઈ હતી તેમજ તેને મોઢા અને ગળાના ભાગે છુટા હાથે મારમાર્યો હતો અને મહિલાએ પકડી રાખતા તેના પતિએ ટ્રાફિક કોસ્ટેબલને માથામાં મોબાઈલ માર્યો હતો જેથી માથામાં ગંભીર ઇજા થવાથી પોલીસ કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દંપતિ સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા જીગ્નેશભાઈ પ્રવીણભાઈ લાંબા (31)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દર્શનભાઈ નવનીતભાઈ જાદવ તથા તેના પત્ની દિશાબેન દર્શનભાઈ જાદવ રહે. બંને નાનીવાવડી ગામ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓ મોરબીની વાવડી ચોકડી પાસે ટ્રાફિકના નિયમન માટેની પોતાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ડબલ  સવારી બાઇક ઉપર ટ્રાફિકનો ભંગ કરીને  દર્શનભાઈ અને તેના પત્ની ત્યાંથી નીકળ્યા હતા જેથી તેઓએ ચલણ આપવા માટે ફરિયાદીએ કહ્યું હતું માટે દંપતિ ઉશ્કેરાઈ ગયું હતું અને ફરિયાદી સાથે ગાળાગાળી કરી હતી અને તેનો કાંઠલો પકડ્યો હતો જે છોડાવવા જતા સમયે ફરિયાદીને ડાબા હાથની ત્રીજી આંગળીમાં ઈજા થયેલ હતી તેમજ તેને મોઢા અને ગળાના ભાગે છૂટા હાથે મારમારીને ઇજા કરવામાં આવી હતી આટલું જ નહીં પરંતુ આરોપી દિશાબેન દ્વારા ફરિયાદીને પકડી રાખવામાં આવતા તેના પતિ દ્વારા ફરિયાદીને ફોન માથામાં મારીને માથું ફાડી નાખવામાં આવ્યું હતું જેથી ઇજા પામેલા ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં દંપતી સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News