મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની ઓસેમ સ્કુલ ખાતે મોડલ ઓફ યુનાઇટેડ નેશન-૨૦૨૫ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની ઓસેમ સ્કુલ ખાતે મોડલ ઓફ યુનાઇટેડ નેશન-૨૦૨૫ કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓમાં વૈશ્વિક નેતૃત્વના ગુણોનુ સિંચન કરવાના હેતુસર યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

મોરબીની સૌપ્રથમ સીબીએસસી સ્કુલ ઓસેમ સીબીએસસી સ્કુલ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉપરાંત સર્વાંગી વિકાસ માટે હરહંમેશ પ્રયત્નશીલ છે ત્યારે તાજેતરમાં વિદ્યાર્થીઓમાં વૈશ્વિક નેતૃત્વ ના ગુણો નો વિકાસ થાય, વૈશ્વિક સમસ્યાઓ અને તેના ઉકેલ, વિવિધ દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો નો વિકાસ તેમજ વિવિધ કરારો કઈ રીતે થાય, તે ઉપરાંત યુનાઇટેડ નેશનસ (સંયુક્ત રાષ્ટ્ર સંઘ) ની કાર્યપ્રણાલી જેવી વિવિધ બાબતો અંગે વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર સ્કુલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિવિધ દેશોના પ્રતિનિધીઓની ભુમિકા ભજવી હતી.

સ્કુલના પ્રિન્સિપાલ દીપા શર્મા ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતા, ડાયેટ ના આચાર્ય વિજયભાઈ સુરેલીયા, ડો.સંદીપ ચાવડા, સ્લોગન ગૃપના જાણીતા ઉદ્યોગપતિ મિતલ સંઘાણી, માસુમ વિદ્યાલયના આચાર્ય અંકિત મેવાણી, ક્લાક્સ્ પ્રિમિયર-કોટાના મેનેજીંગ ડિરેક્ટર રીચા શર્મા, ઓસેમ ના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા સહીતનાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ.






Latest News