મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શિક્ષણનું સ્તર બનશે વધુ ઉજ્જવળ; જિલ્લાને મળ્યા ૩૩ નવા ઉચ્ચ માધ્યમિક શિક્ષકો


SHARE











મોરબી જિલ્લામાં શિક્ષણનું સ્તર બનશે વધુ ઉજ્જવળ; જિલ્લાને મળ્યા ૩૩ નવા ઉચ્ચ માધ્યમિક શિક્ષકો

નવનિયુક્ત ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરાયા, શિક્ષકોને અધુરાસને મધુરાશમાં ફેરવી વર્ગ અને શાળાઓને નંદનવન બનાવવાની શીખ આપતા જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા
 

મોરબી જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ ૩૩ જેટલા નવનીયુક્ત ધોરણ ૧૧ અને ૧૨ ઉચ્ચ માધ્યમિક અને શિક્ષકોને જિલ્લા શિક્ષણણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.મોરબી જિલ્લામાં ૧૪ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કુલ ૮૨ શિક્ષકોનું મંજૂર મહેકમ છે. જેમાંથી ૪૭ જગ્યાઓ અગાઉથી ભરાયેલી છે. જ્યારે સરકાર દ્વારા ખાલી ૩૫ જગ્યાઓની સામે મોરબી જિલ્લાને ૩૪ શિક્ષકોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાંથી ૩૩ શિક્ષકો હાજર થતા આ શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આવકારવામાં આવ્યા હતા અને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

નિમણૂક પત્ર એનાયત કરવાના આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી કમલેશ મોતાએ નવનિયુક્ત શિક્ષકોને સતત શીખતા રહેવાની અને અધુરાસને મધુરાશમાં ફેરવી વર્ગ અને શાળાઓને નંદનવન બનાવવાની શીખ આપી હતી. વર્ગ ૨ ના અધિકારીશ્રી ભદ્રસિંહ વાઘેલા શ્રી નિલેશભાઈ રાણીપા અને શ્રી ભરતભાઈ વીડજાએ વિજ્ઞાન પ્રવાહની જેમ સામાન્ય પ્રવાહમાં પણ મોરબીને નંબર-૧ બનાવવા શક્ય તમામ પ્રયત્નો કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો. નવનિયુક્ત શિક્ષકશ્રી દીપ પટેલ અને શ્રી હીનાબેન કોડિયાએ આ પ્રસંગે તેમના પ્રતિભાવ આપ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન એજ્યુકેશન ઇન્સ્પેક્ટરશ્રી પ્રવીણભાઈ અંબારિયાએ કર્યું હતું






Latest News