મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ચોમાસા દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ વાવણી પહેલા અને પછી શું સંભાળ લેવી ?


SHARE











ચોમાસા દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ વાવણી પહેલા અને પછી શું સંભાળ લેવી ?

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની મહત્વની માર્ગદર્શિકા જાહેર કરાઈ


પ્રાકૃતિક ખેતી ધરતી માતા અને મનુષ્યના સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે. પ્રાકૃતિક ખેતીની વિચારધારા કુદરતની સાથે રહી પ્રવર્તમાન પેઢીની જરૂરીયાતો પૂરી કરવાની સાથે જળ, જમીન અને વાતાવરણ જેવા પ્રાકૃતિક સ્ત્રોતોની દેખભાળ, જાળવણી અને સંવર્ધન ઉપર ભાર મુકે છે. હાલ ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે જગતનો તાત ખેતી કામમાં જોડાયો છે. મોરબી જિલ્લાના બહુધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે મહત્વના ગણાતા આ સમયમાં વાવણી પહેલા શું સંભાળ લેવી અને વાવણી બાદ શું સંભાળ લેવી તે જાણવુ અગત્યનું થઈ પડે છે.પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે આપણી ભાવિ પેઢીને સ્વચ્છ અને સુંદર વારસો આપી શકીએ છે અન તે માટે આ પ્રાકૃતિક વારસાના જતનની જરૂરત છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ચોમાસા દરમિયાન ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની કેટલીક મહત્વની માર્ગદર્શિકા આપવામાં આવી છે. જે મુજબ વાવણી પહેલા જમીનની સંભાળ લો અને કુદરત સાથે સહકાર સ્થાપિત કરો.

સચોટ તૈયારી એ જ સફળ પાકનો ભરોસો છે. જે માટે જમીન તૈયાર કરવામાં સમજદારી રાખવી જરૂરી છે. ઉંડી ખેડ ટાળો, માત્ર હળવી ખેડ કરો. ઘનજીવામૃત નાંખી માટીને સજીવ બનાવો. યોગ્ય પાક અને બીજ પંસદ કરો. સ્થાનિક દેશી અને રોગમુક્ત જાતો પસંદ કરો. પાકની જીવંત શરૂઆત માટે બીજને બીજામૃતથી સંસ્કારીત કરો. આચ્છાદન માટે સામગ્રી તૈયાર કરો. ઘાસ, સૂકા પાંદડા અને પાક અવષેશો ભેગા કરો. વાવણી બાદ તરત જ આચ્છાદન કરો અને ભેજ તેમજ તાપમાન જાળવી રાખો. બાયો ઈનપુટ્સ તૈયાર રાખો. જીવામૃત, નિમાસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર વગેરે પહેલાથી બનાવી રાખો. જરૂર પડે ત્યારે તુરંત ઉપયોગ કરો. માટી એ જીવંત તંત્ર છે. જેથી કૃત્રિમ દવા અને રાસાયણિક ખાતરને ટાળો.

મિશ્રપાક પધ્ધતિ અપનાવવાની ખેતીમાં સહયોગ મળશે અને સાથે સરંક્ષણ પણ મળશે. સ્વસ્થ જમીન અને સ્વસ્થ પાક એ સુખી ખેડૂતની નિશાની છે. સંતુલિત ભેજ, સમયસર નિરિક્ષણ એ સફળ પાકની કુદરતી ચાવી છે. જેથી ઉગાવા પર નજર રાખો. વાવણી પછી ૩-૭ દિવસમાં બીજ ઉગે છે કે નહી તે તપાસો. નબળા છોડ દેખાય તો જીવામૃતનો છંટકાવ કરો. ભેજ જાળવો અને રોજ વાપ્સા તપાસો. ખેતરમાં ભેજનું સ્તર નિત્ય પરીક્ષણ કરો. જરૂર જણાય ત્યાં મલ્ચિંગ (આચ્છાદન) વધારવું. નિંદામણ નિયંત્રણ માટે દાતરડા, ખુરપી અથવા પરબડી વડે નિંદામણ દૂર કરો, યોગ્ય રીતે આચ્છાદન કરો જેથી નવા નિંદામણ ઉગતાં અટકે છે. સમયસર પગલા લો. રોગ/જીવાત જોવા મળતા પહેલા પણ તૈયાર રહો. કુદરતી પધ્ધતિથી સમયસર નિયંત્રણ કરો. દરરોજની દેખરેખ એ પાકને આપે સુરક્ષાનું વચન.આમ, ચોમાસા દરમિયાન ખેડૂતો ઉપરોક્ત વાતનું વિશેષ ધ્યાન રાખે તો તેઓ પણ પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતોની જેમ આર્થિક સમૃધ્ધિનો માર્ગ અપનાવી શકે છે






Latest News