મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી


SHARE













મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી

મોરબીમાં આવેલ આંબલીફળીમાં રહેતા યુવાનના રહેણાંક મકાનને અજાણ્યા શખ્સે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 1,93,500 ની કિંમતના મુદ્દા માલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં પરશુરામ સોસાયટી ખાતે રહેતા ઋષિરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (27)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે મોરબીમાં આવેલ આંબલીફળી વિસ્તારમાં તેઓના રહેણાંક મકાનમાં અજાણ્યા શખ્સે પ્રવેશ કરીને કબાટના લોક ચાવીથી ખોલીને કબાટમાં રાખેલ સોનાની એક લકી તથા સોનાની એક વીટી જેની કુલ કિંમત 73,500 તથા 1.20 લાખ રૂપિયા રોકડા આમ કુલ મળીને 1,93,500 નો મુદ્દામાલ ચોરી કરેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મહિલા સારવારમાં

મોરબીના નાનીવાવડી નજીક કબીર આશ્રમ પાસે ભક્તિનગર-2 માં રહેતા નિશાબા દિલીપસિંહ વાઘેલા (31) નામના મહિલાને જંતુનાશક દવાનો સ્પ્રે શ્વાસમાં જવાના કારણે તાત્કાલિક મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા ખેતાભાઇ દેવશીભાઈ હમીરપરા (36) નામના યુવાનને યદુનંદન ગૌશાળા પાસે ગોપાલ નળીયાના કારખાના નજીક મારામારીના બનાવમાં ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીની શ્રીકૃપા સોસાયટીમાં રહેતા ચંપાબેન રમેશભાઈ ડાંગર (82) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને મહાબલિ હનુમાન મંદિર પાસેથી ઘુનડા રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી પડી જવાને કારણે ઇજા થતાં તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃધ્ધા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાઈન્સનગર સ્કૂલની પાછળના ભાગમાં રહેતા રેવીબેન દિલીપભાઈ ભોજવિયા (60) નામના વૃદ્ધા ભક્તિનગર સર્કલ પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર પડી જવાના કારણે તેમને ઈજા થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News