મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

લાલચ બૂરી બલા હૈ: મોરબીના આધેડને ઘરે બેઠા ઓનલાઈન વર્ક કરી કમાણી કરવાની લાલચ આપીને 62.93 લાખની છેતરપિંડી


SHARE













લાલચ બૂરી બલા હૈ: મોરબીના આધેડને ઘરે બેઠા ઓનલાઈન વર્ક કરી કમાણી કરવાની લાલચ આપીને 62.93 લાખની છેતરપિંડી

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા આધેડનો ટેલિગ્રામથી સંપર્ક કર્યા બાદ ઘરે બેઠા બેઠા ઓનલાઈન કામ કરીને રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવી હતી ત્યારબાદ તેનો ભરોસો કેળવીને તેની પાસેથી અલગ અલગ બહાના હેઠળ કુલ મળીને 62,93,925 મેળવી લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ઓનલાઈન જોબવર્ક માટે રોકાણના નામે લેવામાં આવેલ પૈસા આધેડને પાછા આપવામાં આવ્યા ન હતા જેથી જુદા જુદા સાત ટેલિગ્રામના યુઝર સામે મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ આંધ્રપ્રદેશમાં રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા સત્યનારાયણ નાગેન્દ્રવરાપ્રસાદ કલ્લા (52) નામના આધેડે મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા સાત ટેલિગ્રામના યુઝર સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓએ કાવતરું કરીને ઓનલાઈન જોબ વર્ક આપવા માટે ટેલિગ્રામના માધ્યમથી ફરિયાદીની સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ ફરિયાદીને ઘરે બેઠા રૂપિયા કમાવા માટેની લાલચ આપીને વિશ્વાસ ભરોસો કેળવ્યા બાદ અલગ અલગ બેંક એકાઉન્ટમાં જુદા જુદા બહાના હેઠળ ઓનલાઈન જોબ વર્કમાં રોકાણ કરાવવાના નામે 62,93,925 મેળવી લેવામાં આવ્યા હતા અને આધેડે રોકાણ કરેલ રૂપિયા તેને પાછા આપવામાં આવ્યા ન હતા જેથી તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાથી ભોગ બનેલ આધેડ દ્વારા હાલમાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News