મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા


SHARE













મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા

મોરબીના આમરણ ગામથી આગળના ભાગમાં આવેલ માતાજીના મંદિર પાસે ડબલ સવારી બાઇકને ટેન્કરના ચાલકે ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો તે બનાવમાં બાઈક ઉપર બેઠેલા બે પૈકીના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જોકે એક વ્યક્તિને ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટેન્ક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા (આ) ગામે રહેતા લાખાભાઈ બાબુભાઈ ખીટ (38)એ હાલમાં ટેન્કર નંબર જીજે 12 બીવાય 6368 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આમરણથી આગળના ભાગમાં મેલડી માતાજીના મંદિર પાસેથી નૂરમામદભાઈ દાઉદભાઈના બાઈક નંબર જીજે 10 બીકે 8376 માં તેમની સાથે બેસીને ફરિયાદીના પિતા બાબુભાઈ દેવાભાઈ ખીટ (70) જતાં હતા ત્યારે તેમના ડબલ સવારી બાઇકને ટેન્કર ચાલકે ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીના પિતાને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને બાઇક ચાલકને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઇક સ્લીપ

જામનગરમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા હર્ષાબેન મહેન્દ્રભાઈ કોઠારી (69) નામના વૃદ્ધા તેમના જમાઈ સાથે બાઈકમાં બેસીને મોરબીમાં દરબારગઢ પાસે સોની બજારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માતે તેઓ પડી જતા તેમને ઇજા થઈ હતી અને તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ

મોરબીના જેપુર ગામે રહેતા મુક્તાબેન જયંતીભાઈ ગામી (76) નામના વૃદ્ધા દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીના નવલખી રોડ ઉપર ધક્કાવાળી મેલડી મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધાને ઈજા થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ

ટંકારામાં રહેતો સિધ્ધરાજસિંહ ગણપતસિંહ સરવૈયા (20) નામનો યુવાન તેના મિત્ર સાથે બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે લજાઈ પાસે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને મોરબીની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર રહેતા નિર્મળાબેન નરેશભાઈ ઘોડાસરા (48) નામના મહિલા બાઇકમાં બેસીને નેસડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે બાઇકમાંથી પડી જતા તેઓને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News