મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માત સર્જી બાળકનું મોત નિપજાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













મોરબી નજીક અકસ્માત સર્જી બાળકનું મોત નિપજાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર ત્રાજપર નજીક સર્વિસ રોડ ઉપર અકસ્માત સર્જ્યો હતો જે બનાવમાં રિક્ષામાં બેઠેલા મુસાફર યુવાનનો જમણો હાથ કપાઈ ગયો હતો અને તેના દીકરાને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો જોકે, તે બાળકનું પણ સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકની માતાએ રીક્ષા ચાલક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઉત્તર પ્રદેશમાં રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સોલારી સીરામીક કારકાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નેહાબેન પીન્ટુભાઇ બરનવાલ (30) નામની મહિલાએ રીક્ષા નંબર જીજે 36 યુ 5114 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ત્રાજપર ચોકડી નજીક સર્વિસ રોડ ઉપર પાર્શ્વનાથ કોમ્પ્લેક્સ પાસેથી તેઓ રિક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 0673 માં તેના પતિ અને બાળક સાથે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ પોતાની રિક્ષા બેફિકરાઈથી ચલાવીને ફરિયાદી જે રિક્ષામાં બેઠા હતા તે રીક્ષાને હડફેટ લેતા અકસ્માત થયો હતો બનાવમાં ફરિયાદીના પતિ પીન્ટુભાઇ (44) નો જમણો હાથ કોણી પાસેથી કપાઈ ગયો હતો અને તેના બે વર્ષના દીકરા આયુષને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેને તાત્કાલિક સારવારમાં લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે માસૂમ બાળકનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક બાળકની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના અમરાપર ગામે રહેતા સાગરભાઇ ધરમશીભાઈ ગરચર (29)એ હાલમાં કાર નંબર જીજે 36 એજે 1892 ના ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે પંચાસરથી અમરાપર જવાના રસ્તા ઉપર મેલડી માતાજીના મંદિર પાસે કાર ચાલકે ફરિયાદીના બાઈક નંબર જીજે 36 પી 3293 ને ઠોકર મારતા અકસ્માત થયો હતો જેમાં ફરિયાદી સાગરભાઇને જમણા પગમાં સાથળ, પોચા અને અંગુઠામાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ સાગરભાઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News