મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતની 4 જુલાઈએ ખાસ સામાન્ય સભાની બેઠક મળશે


SHARE











મોરબી જિલ્લા પંચાયતની 4 જુલાઈખાસ સામાન્ય સભાની બેઠક મળશે

મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામન્ય સભા આગામી તા 4 જુલાઈના રોજ રાખવામા આવેલ છે જેમાં જિલ્લાના જુદાજુદા વિકાસ કામોના એજન્ડાનો સમાવેશ કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં આગામી 4 જુલાઈ ને શુક્રવારે બપોરે 12 કલાકે ખાસ સામાન્ય સભાની બેઠક રાખવામા આવેલ છે. જેમાં પંચાયત હસ્તકના શહેરી વિસ્તારમાં આવતા રસ્તાઓ મોરબી મહાનગરપાલિકાને સોંપવાની દરખાસ્ત પણ કરવામાં આવશે, માર્ગ અને મકાન (પંચાયત) મોરબીના રોડની બાજુમાં સમાંતર અને ક્રોસિંગથી સિંચાઈ માટેની પાઇપલાઇન નાખવા માટે ભાડા અને ડિપોઝિટ રકમ મુક્ત કરવાની મંજૂરી આપતા ઠરાવને બહાલી આપવામાં આવશે. ડીડીઓના નવા વાહનની ખરીદી, રેતી રોયલ્ટીના થયેલા કામોની સૈદ્ધાંતિક મંજૂરી સહિતના એજન્ડા લેવામાં આવેલ છે. આ ઉપરાંત કલ્યાણપર ગામને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા અભિપ્રાય આપવા બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.






Latest News