મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાની સરાયા ચોકડી પાસે કારખાનામાં ઊંચાઇ ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ બે વર્ષની બાળકીનું મોત


SHARE







ટંકારાની સરાયા ચોકડી પાસે કારખાનામાં ઊંચાઇ ઉપરથી નીચે ટકાતા ઇજા પામેલ બે વર્ષની બાળકીનું મોત

ટંકારાની સરાયા ચોકડી પાસે કારખાનામાં બીજા માળ જેટલી ઊંચાઇ ઉપરથી નીચે ટકાતા ઇજા પામેલ બે વર્ષની બાળકીને સારવાર માટે પ્રથમ ટંકારા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારાની સરાયા ચોકડી પાસે આવેલ સીલોવન કંપનીમાં રહેતા અને મજૂરી કામ કરતા વિજયભાઈ યાદવની બે વર્ષની બાળકી લવલી ગત તા. 27/5 ના રાત્રીના 8:30 વાગ્યાના અરસામાં કંપનીમાં બીજા માળ જેટલી ઊંચાઇ ઉપરથી નીચે ટકાતા તે બાળકીને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં ઇમરજન્સી વોર્ડમાં તેની સારવાર ચાલી રહી હતી દરમિયાન ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં તે બાળકીનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા સમજુબેન નરસીભાઈ કોળી (50) નામના આધેડ મહિલા ગામના ઝાપા પાસેથી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કરણસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે રહેતા હરેશ જેરામભાઈ કાંજિયા (32) નામના યુવાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News