મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ઝેરી દવા પી ગયેલ યુવતીનું રાજકોટ ખાતે સારવારમાં મોત


SHARE







મોરબીમાં ઝેરી દવા પી ગયેલ યુવતીનું રાજકોટ ખાતે સારવારમાં મોત

મોરબીના માધાપર પાસે આવેલ અંબિકા રોડ ઉપર રહેતી યુવતીએ કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજયું છે બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં માધાપર પાસે આવેલ અંબિકા રોડ ઉપર રહેતા સંજયભાઈ વૈષ્ણવની 18 વર્ષની દીકરી હેત્વીએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે યુવતીએ કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં હવે આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે

મારા મારીમાં ઇજા

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જંગલેશ્વર પાસે રહેતા નીતિનભાઈ મગનભાઈ ડાભી (31) નામના યુવાનને ઘરે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાળક સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની પાછળના ભાગમાં રણછોડનગર પાસે રહેતા કાનાભાઈ ધર્મેન્દ્રભાઈ પરમાર (6) નામના બાળકના માથા ઉપર ઘરે હતો ત્યારે ગેંડી (વોસબેસિંગ) પડી હતી જેથી તેને ઈજા થતાં તેને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી છે.






Latest News