મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ ગામેથી કટારીયા હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતાં પરિવારને નડ્યો અકસ્માત: દંપતી સહિત પાંચને ઇજા


SHARE







મોરબીના ઘુટુ ગામેથી કટારીયા હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતાં પરિવારને નડ્યો અકસ્માત: દંપતી સહિત પાંચને ઇજા

મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ હરિઓમ પાર્કમાં રહેતો યુવાન પોતાની પત્ની, સંતાન અને કાકા કાકી સાથે મદિરે દર્શન કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે સૂરજબારી ચેકપોસ્ટ પાસે ટ્રાફિક હોવાથી તે પોતાની ગાડીને બ્રેક કરીને ઉભી હતો તેવામાં પાછળ આવેલ બોલેરો ગાડીને ચાલકે યુવાનની ગાડીમાં પોતાની બોલેરો અથડાવી હતી જેથી યુવાનની કાર આગળના ભાગમાં ઉભેલ ટ્રક સાથે અથડાઇ હતી અને કારમાં બેઠેલા પાંચેય વ્યક્તિઓને ઇજા થયેલ હતી જેથી તેઓને સારવારમાં ખસેડાયા હતા અને કારમાં પણ નુકસાની થયેલ હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે માળીયા (મી) તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ઘૂટું ગામ પાસે આવેલ હરિ ઓમ પાર્ક ડી-5 માં રહેતા અને સીરામીકમાં કોન્ટ્રાક્ટ રાખતા અંકિતભાઈ ચંદુભાઈ ધોળું (32) નામના યુવાને બોલેરો પીકપ ગાડી નંબર એપી 16 ટીસી 8627 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ ઘુટુ ગામેથી પોતાના પત્ની તરુણાબેન, દીકરા અક્ષય, કાકા શાંતિલાલ મગનલાલ ધોળું અને કાકી સમતાબેન શાંતિલાલ ધોળું સાથે કચ્છના કટારીયા ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર સૂરજબારી ચેકપોસ્ટ થી આગળના ભાગમાં ટ્રાફિક હોવાથી યુવાન પોતાની બલેનો ગાડી નંબર જીજે 36 એસી 3190 ને બ્રેક કરીને ઉભો હતો.

દરમિયાન આરોપીએ બેફિકરાયથી પોતાની બોલેરો પીકપ ગાડી ચલાવીને ફરિયાદીની બલેનો ગાડીમાં પાછળથી ભાગમાં અથડાવી હતી જેથી ફરિયાદીની કાર આગળના ભાગમાં ઉભેલા ટ્રકની પાછળ અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવવામાં ફરિયાદીને સામાન્ય ઇજાઓ થઈ હતી જો કે, તેના પત્ની તરુણાબેનને માથાના ભાગે, દીકરા અક્ષયને જમણા પગના સાથળના ભાગે, ફરિયાદીના કાકા શાંતિભાઈને માથાના ભાગે અને કાકી મતાબેનને જમણી આંખ પાસે ઇજાઓ થહતી જેથી પાંચેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News