મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના દીઘડીયા નજીક નદીમાં ન્હાવા ગયેલા આધેડનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE







હળવદના દીઘડીયા નજીક નદીમાં ન્હાવા ગયેલા આધેડનું પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદના દીઘડીયા ગામે આવેલ બ્રાહ્મણી નદીમાં આધેડ ન્હાવા માટે ગયા હતા દરમિયાન કોઈ કારણોસર તે નદીના પાણીમાં ડૂબી ગયા હતા જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતકના મોટાભાઈએ  હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દીઘડીયા ગામે રહેતા હંસરાજભાઈ સોમાભાઈ ગડેસા (50) નામના આધેડ દીઘડિયા ગામ નજીક આવેલ બ્રાહ્મણી નદીમાં ન્હાવા માટે ગઈકાલે ગયા હતા દરમિયાન કોઈ કારણોસર નદીના પાણીમાં ડૂબી જવાના કારણે હંસરાજભાઈ ગડેસાની ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતકના મોટાભાઈ વાલજીભાઈ સોમાભાઈ ગડેસા (60) રહે. દિઘડીયા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના લાલપર ગામે રહેતા નરેશભાઈ હરજીભાઈ સોલંકી (25) નામના યુવાનને લધીરપુર રોડ ઉપર કેનાલ પાસે સિરામિક કારખાને નજીક મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી હતી.

અકસ્માતમાં ઇજા

કચ્છના ગાંધીધામ ખાતે રહેતા રાહુલ ભીમસિં રાવત (25) નામના યુવાનને સોખડા ગામના પાટીયા નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જુના જાંબુડીયા ગામે રહેતા વિજયભાઈ પ્રેમજીભાઈ સોલંકી (25) નામનો યુવાન આંદરણા ગામ પાસેથી બાઇક લઈને જતો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News